ભારતના મસાલાની વિશ્વના ખૂણે-ખૂણે ઓખળાણ છે. ભારતના મસલાના કારણેએ જ અંગ્રેજોએ ભારતમાં આવ્યા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ત્યાર પછીનો તો ઇતિહાસ તો બઘાને જ ખબર છે. એજ ભારતીય મસાલાની ઓળખ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે, જેના કારણે ભારત સરકાર અને ખેડૂતો માટે એલર્ટની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આથી કરીને ખેડૂતોને સાવચેત રહેવાની જરૂર છે.
વિશ્વમાં ભારત મસાલાના નિકાસમાં મોખરે
ભારત વિશ્વમાં મસાલાના નિકાસમાં અગ્રણી છે. જો કે આ વાતથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 2022-23 માં ભારતમાંથી 1,404,357 ટન મસાલાની નિકાસ વિશ્વના દરેક દેશમાં કરવામાં આવી હતી. જેની બજાર કિંમત લગભગ 3.95 લાખ ડોલર હતી. એજ રીતે 2023-24 માં ભારતે 692.5 મિલિયન ડોલરના મસાલાની નિકાસ કરી હતી. પરંતુ હવે હોંગકોંગ અને સિંગાપોર જેવા ઘણા દેશોએ ભારતીય મસાલો પર પ્રતિબંધ મુકી દીધું છે. જણાવી દઈએ સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલાની અગ્રણી કંપની એમડીએચ અને એવરેસ્ટ પર પ્રતિબંધ મુક્યો છે. બંને દેશોએ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ (ETO)નું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધુ હોવાનું દર્શાવીને મસાલાને માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
અમેરિકાએ પણ પરત મોકલી રહ્યા છે શિપમેન્ટ
હોંગકોંગ અને સિંગાપોરની જેમ અમેરિકા પણ ભારતીય માસાલોની શિપમેન્ટને પરત મોકલી રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકાએ 31 ટકા શિપમેન્ટને ભારતમાં પરત મોકલી દીધું છે. જો કે એમડીએચ દ્વારા ગયા વર્ષે મોકલવામાં આવેલ શિપમેન્ટ હતા. ત્યાં અમેરિકાએ મસાલાના આ કન્સાઈનમેન્ટમાં સાલ્મોનેલાની (જંતુનાશક) થવાનુ કારણ આપીને તેને પરત મોકલ્યું હતું
શું છે સાલ્મોનેલાની અને તેથી શું નુકસાન થાય છે.
ઇથિલિન ઓક્સાઇડ એ માનવસર્જિત રસાયણ છે, જે બળતરા પેદા કરનાર ગેસ છે. જેનો ઉપયોગ જંતુઓના નિયંત્રણ માટે થાય છે. જો આપણે તેનાથી થતા નુકસાનની વાત કરીએ તો જો તે નિર્ધારિત માત્રા કરતા વધી જાય તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે. આ સાથે, ઇથિલિન ઓક્સાઇડના સંપર્કમાં આવવાથી માથાનો દુખાવો, ઉબકા, આંખ અને ત્વચામાં બળતરા, બ્રોન્કાઇટિસ અને પલ્મોનરી એડીમાનું જોખમ વધે છે, જ્યારે ઇથિલિન ઓક્સાઇડની વધુ માત્રા મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડે છે. જો આપણે મસાલાના ઇથિલિન ઓક્સાઇડમાં તેના ઉપયોગ વિશે વાત કરીએ, તો તેનો ઉપયોગ જંતુઓથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે. એ જ રીતે, સાલ્મોનેલા પણ જંતુનાશક છે. જો નિર્ધારિત માત્રા કરતાં વધુ ઉપયોગ કરવામાં આવે તો, સાલ્મોનેલા ટાઇફોઇડનું કારણ બની શકે છે.
મસાલા પર પ્રતિબંધથી ભારતને કેટલું નુકસાન?
હોંગકોંગ અને સિંગાપોરે એમડીએચ અને એવરેટના કેટલાક મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. તેવી જ રીતે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય મસાલા પર પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે. જો ચીન અને યુરોપિયન યુનિયનમાં પણ આવા જ નિર્ણયો લેવામાં આવશે તો નિષ્ણાતો કહે છે કે ભારતની 50 ટકાથી વધુ મસાલાની નિકાસને અસર થશે. તેથી કરીને ખેડૂતોને પોતાના પાકમાં જંતુનાશકનું ઉપયોગ કતરવાનું ઓછું કરવું પડશે.
મસાલા બોર્ડની નવી માર્ગદર્શિકા
ભારતીય મસાલા બોર્ડે હોંગકોંગ અને સિંગાપોર દ્વારા ભારતીય મસાલાની કેટલીક બ્રાન્ડ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધના મુદ્દાની નોંધ લીધી છે, ત્યારબાદ બોર્ડે મસાલાના નિકાસકારો માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે બોર્ડે નિકાસકારોને પેકેજીંગની સાથે મસાલાને જંતુનાશક મુક્ત બનાવવા માટે વિવિધ સૂચનાઓ પણ આપી છે.
ખેડૂતોને પણ આપવામાં આવી સલાહ
ખેડૂતોએ પણ આ બાબતે જરૂરી સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે ઘણા ખેડૂતો મસાલાની લણણી કર્યા પછી ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરે છે જેથી તેઓ જીવાત મુક્ત બને. આવી સ્થિતિમાં, જો પેકેજિંગ દરમિયાન ફરીથી ઉપયોગ કરવામાં આવે તો, ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જે રીતે પરિસ્થિતિ વિકસી છે. તેમાં જે ખેડૂતો ઇથિલિન ઓક્સાઈડ વગરનો પાક કંપનીઓને આપે છે તેમને સારા ભાવ મળી શકે છે. કારણ કે ભારતને હવે મસાલાના આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત પુનરાગમનની જરૂર છે, જેમાં ખેડૂતોને મહત્વની ભૂમિકા ભજવી જોઈએ.
Share your comments