Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારત કઠોળની આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના રસ્તે, હવે અમેરિકા, રશિયા ઔસ્ટ્રેલિયાએ કરી આ માંગ

દેશમાં કઠોળના ભાવમાં તીવ્રતાથી વધારો થયો છે. પરંતુ હવે આમાં રાહત મળે તેવી શકયતા છે. કઠોળના ભાવમાં થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે મે મહિનામાં જ ત્રણ કઠોળની નિઃશુલ્ક આયાતને મંજૂરી આપી દીધી છે.

Sagar Jani
Sagar Jani
Pulses
Pulses

દેશમાં કઠોળના ભાવમાં તીવ્રતાથી વધારો થયો છે. પરંતુ હવે આમાં રાહત મળે તેવી શકયતા છે. કઠોળના ભાવમાં થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે મે મહિનામાં જ ત્રણ કઠોળની નિઃશુલ્ક આયાતને મંજૂરી આપી દીધી છે. હવે કઠોળની  નિકાસ કરતા મોટા દેશોએ 31 ઓક્ટોબર, 2021 સુધી તુવેર ,અડદ અને મગદાળ સહિતની દળોની અનિયંત્રિત આયાતને મંજૂરી આપવાની ભારતની જાહેરાતને આવકારી છે. જેમાં અમેરિકા, રશિયા, કેનેડા અને ઔસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે વિદેશથી સાત લાખ ટન કઠોળ ખરીદવાની નવી સૂચના બહાર પાડી છે. આ અગાઉ માર્ચના મધ્યમાં પણ ચાર લાખ ટન કઠોળની આયાત કરવાની સૂચના બહાર પાડવામાં આવી હતી. જેના પરિણામે ઘરેલુ દાળના ભાવ ઘટી શકે છે અને દેશના ખેડુતોને આનું પરિણામ સહન કરવું પડી શકે છે.

વિદેશીઓને ભારતીય ફળો, શાકભાજી, મસાલા અને અનાજનનો ચસ્કો, નિકાસ કારોબાર 3 લાખ કરોડે પહોંચ્યો

જો કે તેમણે માંગ કરી છે કે ભારત દાળની નિકાસ પર હટાવી દેવાયેલા હંગામી અસ્થાયી પ્રતિબંધો અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ) ને જાણ કરે. સાથો સાથએ જાણકારી પણ આપી દે કે કયા આધારે આને ફરી શરૂ કરવાનો નિર્ણય નિર્ધારિત તિથિ પછી લેવાનો છે. તે અંગેની સંપૂર્ણ  માહિતી આપવી જોઈએ.

પીળા વટાણાની આયાત પર  ભારત પોતાનું વલણ સ્પષ્ટ કરે

2017-18 જૂન દરમિયાન કૃષિ અંગેની ડબ્લ્યુટીઓ કમિટીની બેઠકમાં ચર્ચા માટે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોમાં અન્ય દેશોએ ભારતને સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22 માટે પીળા વટાણાની આયાત પરનો પ્રતિબંધ હજી પણ લાગુ છે કે નહીં.  જો એમ હોય તો તેની એક નકલ આપવાની છે

Pulses
Pulses

દાળના ભાવ વધ્યા

મે મહિનાની આસપાસ છૂટક બજારોમાં તુવેરના ભાવ 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને વટાવી ગયા હતા, જોકે 2020-21 એમએસપી 6000રૂપિયા પ્રતિ કવિન્ટલ થી લગભગ  1000 રૂપિયાની આસપાસ વેચાય છે. અડદના 2020-21 એમએસપી 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.  દાળની કિંમતોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે.

કેન્દ્ર સરકારે દેશમાં દાળની માંગને પુરી કરવા અને મોંઘવારી પર નિયંત્રણ મેળવવા 15 મેના રોજ મગદાળ, ઉદડ અને તૂવેરને આયાતથી મુક્ત કરી દીધી હતી. આ ત્રણેય દાળ પર 31 ઓક્ટોબર 2021 સુધી પ્રતિબંધોથી હટાવીને નિઃશુલ્ક શ્રેણીમાં  મુકવામાં આવી છે.

છેલ્લા 6 વર્ષમાં દાળની આયાત

અપીડાના એક અહેવાલ મુજબ વર્ષ 2013-14માં ભારતે 3.4 મિલિયન ટન દાળની આયાત કરી હતી. તે જ સમયે વર્ષ 2014-15માં વધીને તે 4.4 મિલિયન ટન થઈ ગઈ હતી. વર્ષ 2015-16માં 5.6 મિલિયન ટન,  વર્ષ 2016-17માં 6.3 મિલિયન ટન દાળની ભારતે આયાત કરી હતી. જો કે, વર્ષ 2017-18માં થોડો ઘટાડો થયો હતો અને તે 5.4 મિલિયન ટન પર આવી ગયો.

વર્ષ 2018-19માં દાળની આયાત પાછલા વર્ષની સરખામણી કરતા અડધી થઈ ગઈ અને 2.4 મિલિયન ટન પર આવી ગઈ. પરંતુ હવે માંગને પહોંચી વળવા માટે વધુ એક વખત આયાતની જરૂર છે. તેથી સરકારે તેને પ્રતિબંધિત પરથી મુક્ત કરીને તેને મફતની કેટેગરીમાં મૂકી દીધું છે.

Related Topics

Pulses

Share your comments

Subscribe Magazine

More on News

More