Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કિસાન દિવસ નિમિત્તે મોદી સરકારે ગણાવ્યું ખેડૂતો માટે કરવામાં આવેલ 12 કામ, તમે પણ જુઓ યાદી

આજે એટલે કે 23મી ડિસેમ્બર સોમવાર રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે. આ ખાસ દિવસને ભારત રત્ન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહ પોતે ખેડૂત હતા અને વડાપ્રધાન હતા ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું,

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આજે એટલે કે 23મી ડિસેમ્બર સોમવાર રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે. આ ખાસ દિવસને ભારત રત્ન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહ પોતે ખેડૂત હતા અને વડાપ્રધાન હતા ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું, તેથી તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે કેન્દ્ર સરકારે ચૌધરી ચરણ સિંહને યાદ કરીને ખેતીના ક્ષેત્રમાં કરેલા 12 કામોની ગણતરી કરી છે.

  • કૃષિ મંત્રાલયનું બજેટ વર્ષ 2014-15માં આશરે રૂ. 22 હજાર કરોડથી 5 ગણું વધીને વર્ષ 2024-25માં રૂ. 81.22 લાખ કરોડ થયું, જેના કારણે ખેતી આધુનિક બની અને ખેડૂતો સમૃદ્ધ બન્યા.
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 3.46 લાખ કરોડ રૂપિયાના વિતરણથી ખેડૂતોનું જીવન સરળ બન્યું છે. 
  • પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને 21.70 લાખ કરોડ રૂપિયાની આર્થિક સહાય મળી છે.
  • સસ્ટેનેબલ ઈન્કમ ઈનિશિએટીવ હેઠળ ખેડૂતોને MSP માટે લગભગ 22 લાખ કરોડ રૂપિયાની જોગવાઈથી ખેડૂતોનું જીવન ઉજ્જવળ બન્યું છે.
  • પ્રધાનમંત્રી-આશા યોજના હેઠળ, 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે ખેડૂતો માટે લાભકારી ભાવો સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા.
  • કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાના રોકાણથી ખેડૂતોને આર્થિક લાભ મળ્યો, આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 22 કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી.
  • 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા અનુકુળ પાકની જાતો બહાર પાડવાથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થયો.
  • 24.60 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડના વિતરણથી ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થયો છે.
  • પ્રતિ ડ્રોપ મોર ક્રોપ યોજના આશરે 95 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લે છે. 
  • 9,000 થી વધુ FPO નોંધાયા, 23 લાખ ખેડૂતો લાભાર્થી બન્યા. 
  • e-NAM પોર્ટલ પર 1410 મંડીઓની નોંધણીને કારણે કૃષિ ક્ષેત્રને નવી દિશા મળી છે.
  • નમો ડ્રોન દીદી યોજના હેઠળ, 15,000 મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે, અત્યાર સુધીમાં 1000 ડ્રોનનું વિતરણ કરવામાં આવ્યું છે, 1,261 કરોડથી વધુની જોગવાઈ છે.

આ ઉપલબ્ધિઓ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઘણા દાયકાઓ પહેલા ચૌધરી ચરણ સિંહજીએ પોતે જ દેશને પરિવર્તન સાથે આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો. કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. જ્યારે ખેડૂતો માટે આશા છે, ત્યારે સમગ્ર દેશની પ્રગતિ નિશ્ચિત છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસને દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. થોડા વર્ષો પહેલા જ કેન્દ્ર સરકારે ચૌધરી ચરણ સિંહને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા. 

આ પણ વાંચો:24 વર્ષની નાની ઉંમરમાં નેશનલ એવોર્ડથી સન્માનિત થનાર ચેતનભાઈ મેંદપરાની સફળતાની વાર્તા

Share your comments

Subscribe Magazine

More on News

More