Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઓલા લૉન્ચ કર્યુ S1 અને S1 પ્રો- ઈ સ્કૂટર, ગુજરાતમાં મળશે સબસિડી

કાલે એટલે કે સ્વતંત્રતા દિવસ પર ઓલા કંપનીએ પોતાનુ ઈ સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે.આ થવાના સાથે જ ભારતીય બાજારમાં તેની અનેક ફીચર્સની ઘણી ચર્ચા થવા લાગી છે. આ સ્કૂટરના લૉન્ચને યાદાગાર બનાવવા માટે કંપનીએ માર્કેટમાં તેનો પ્રમોશન પણ કરી રહી છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ઓલા ઈલેકટ્રીક સ્કૂટર
ઓલા ઈલેકટ્રીક સ્કૂટર

કાલે એટલે કે સ્વતંત્રતા દિવસ પર ઓલા કંપનીએ પોતાનુ ઈ સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે.આ થવાના સાથે જ ભારતીય બાજારમાં તેની અનેક ફીચર્સની ઘણી ચર્ચા થવા લાગી છે. આ સ્કૂટરના લૉન્ચને યાદાગાર બનાવવા માટે કંપનીએ માર્કેટમાં તેનો પ્રમોશન પણ કરી રહી છે.

કાલે એટલે કે સ્વતંત્રતા દિવસ પર ઓલા કંપનીએ પોતાનુ ઈ સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે.આ થવાના સાથે જ ભારતીય બાજારમાં તેની અનેક ફીચર્સની ઘણી ચર્ચા થવા લાગી છે. આ સ્કૂટરના લૉન્ચને યાદાગાર બનાવવા માટે કંપનીએ માર્કેટમાં તેનો પ્રમોશન પણ કરી રહી છે. નોંધણીએ છે કે આ સ્કૂટરની લૉચથી જ પહેલા તેની બુંકિંગ થવા માંડી હતી. તમે પણ તે સ્કૂટરને માત્ર રૂ.499માં બુક કરાવી શકો છો. સ્કૂટરને લઈને કંપનીએ દાવો કર્યુ છે કે, આ સ્કૂટરને ભારતીય ગ્રાહકોની પંસદગીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યુ છે. એટલે તેની કીમત લોકોના બજટ પ્રમાણે એટલે કે ઓછી રાખવામાં આવી છે.

કંપનીના સીઈઓએ શુ કીધુ

આ સ્કૂટરને સ્વતંત્રતાના દિવસે લૉન્ચ કરતા વખતે કંપનીના સીઈઓ ભવિષ્ય અગ્રવાલે જણાવ્યુ કે, ભારતમાં ઓલાની ફેક્ટરી એ દેશની સૌથી મોટી ઈમારત હશે.એનો એરિયો એટલો મોટો હશે કે,મુંબઈ અને દિલ્લી જેવા શહેરના એરપોર્ટ પણ અંદર સમાઈ શકે તેમ છે. તે આગળ ઓલાના નવા સ્કૂટર વિષય જણાવ્યુ કે, ઓલાના સ્કૂટર S1ની ટોપ સ્પીડ 115 કિલો/આર છે. જ્યારે આ સ્કૂટર ત્રણ ડ્રાઈવિંગ મોડ સાથે માર્કેટમાં આવ્યુ છે. નોર્મલ મોડ, સ્માર્ટ મોડ,અને હાઈપર મોડ

આ સ્કૂટર માત્ર 3 જ સેકન્ડમાં 0થી 40kmની સ્પીડ પકડી શકે છે. એક વખત ચાર્જ થયા પછી તે 190 કિલોમીટર સુધી ચાલશે. આ ઉપરાંત દેશના પહાડી રસ્તાઓ પર પણ સરળતાથી દોડશે.7 ઈંચની ડિસપ્લે વાળા આ સ્કૂટરમાં ઑક્ટોકોર ચીપસેટ અને 3 જીબીની રેમ પણ આપવામાં આવી છે. એક એપ્લિકેશનની મદદથી સ્કૂટરને લોક કે અનલોક થઈ શકે છે. આના સાથે જ તેમા ખાસ સ્પીકર પણ આપવામાં આવ્યુ છે, જેથી ફોન ધુન સાંભળવાના સાથે ફોન પર વાત પણ કરી શકાય છે. આ ઉપરાંત તેમા બે હેલમેટ પણ રાખી શકાય એટલો સ્પેસ પણ આપવામાં આવ્યુ છે.

ઈ -સ્કૂટર
ઈ -સ્કૂટર

ગુજરાતના લોકોને મળશે સબસિડીનો લાભ

જાણવામાં મળ્યુ છે કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર મળવા વાળી સબસિડીનો સૌથી મોટો લાભ ગુજરાતના લોકોને મળશે.કંપનીના એહવાલ મુજબ આ સ્કૂટરનો વેચાણ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ડિલીવરી લોકો સુધી ઓક્ટોબરમાં થઈ જશે. ઓલા S1ની કિંમત 99,999 રૂરપિયા રાખવામાં આવી છે, જ્યારે S1 પ્રોની કિંમત 129,999 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ જે રાજ્યો મુજબ સબસિડી આપવામાં આવે છે તો તેના પછી તેની કિંમત ઓછી થઈ જશે.

ક્યા કેટલી કિંમત

દિલ્હીમાં S1 કિંમત રૂ.85,099 છે. જ્યારે ગુજરાતમાં OLA S1 સબસિડી પછી કિંમત 79,999 રૂપિયામાં હશે. તો S1 પ્રો સબસિડી બાદગુજરાતમાં 1.09.999  રૂપિયામાં મળશે. મહારાષ્ટ્રમાં S1 રૂ.94,999 અને S1 પ્રો 124999 રૂ.માં મળશે. રાજસ્થાનમાં રૂ.89968 છે. દેશના 400 શહેરમાં ઈ વ્હીકલ્સને ચાર્જ કરવા માટેના ચાર્જિંગ પોઈન્ટ બનવાના છે.

100,000થી વધારે લોકેશન પર હાઈપર ચાર્જર લગાવવામાં આવશે. ચાર્જિંગને લીઈને કોઈ મુશ્કેલી ન થાય એ માટે કંપની પૂરતું ધ્યાન આપી રહી છે. આ અંગે કંપનીની સત્તાવાર વેબસાઈટ ઉપરથી પણ માહિતી મળી રહેશે. ક્યા સિટીમાં કેટલા ચાર્જિંગ પોઈન્ટ છે એની પણ વિગત છે.

Share your comments

Subscribe Magazine

More on News

More