દેશમાં કઠોળ અને ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કઠોળ, તેલ તથા ચોખાની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે સામાન્ય પ્રજાના ઘરના બજેટ પર અસર થઈ રહી છે. દરમિયાન અન્ન અને પુરવઠા બાબતોના મંત્રાલયે તેની વેબસાઇટ પર સામાનોની નવી યાદી જાહેર કરી છે.
આ કારણે વધી કિંમતો
બજાર નિષ્ણાતોનું માનવું છે કે રીટેલ બજારમાં વર્તમાન સમયમાં કિંમતોમાં વધારો થવો જોઇએ નહીં, પણ તાજેતરમાં ડીઝલની કિંમતોમા થઈ રહેલા વધારાને લીધે તેના પરિવહન પાછળ થતા ખર્ચમાં વધારો થયો છે અને ટ્રાંસપોર્ટરોએ ભાડા વધાર્યા છે અને છેવટે તેનો બોજ ગ્રાહકો પર પડી રહ્યો છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે નવી યાદી જાહેર કરી
અત્રે ઉલ્લેખનીય છે કે બટાકા, ટામેટા અને ખાંડની કિંમતોમાં ઘટાડો થયો છે, પણ ખાધ્ય પદાર્થોમાં ખાસ કરીને તેલની કિંમતોમાં ભાવ વધારો જોવા મળે છે, જેમાં પામ તેલ, સૂરજમુખી તેલ અને સરસિયા તેલનો સમાવેશ થાય છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક યાદી જાહેર કરી છે, જે પ્રમાણે 22મી જાન્યુઆરીથી પામ તેલની કિંમત 107થી વધી રૂપિયા 112 થઈ છે, જ્યારે સૂરજમુખી તેલની કિંમત રૂપિયા 132થી વધી રૂપિયા 140 તેમ જ સરસવ તેલની કિંમત રૂપિયા 140થી વધી રૂપિયા 148 થઈ છે. તે અંતર્ગત વનસ્પતિ તેલની કિંમતો પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી છે.
કઠોળ-દાળની કિંમતોમાં ઉછાળો
એક બાજુ ફેબ્રુઆરી અગાઉ દાળ-કઠોળની કિંમતમાં ઉછાળો આવ્યો છે. તુવેરની દાળ ઉપરાંત અળદની દાળ રૂપિયા રૂપિયા 103થી રૂપિયા 105 પ્રતિ કિલો થઈ ગઈ છે અને અળદની દાળની કિંમત રૂપિયા 107થી રૂપિયા 109 થઈ ગઈ છે. મસૂરની કિંમત રૂપિયા 82 પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે મગ દાળની કિંમત રૂપિયા 104થી રૂપિયા 107 પ્રતિ કિલો થઈ ગઈ છે.
Share your comments