Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

JEE Mains પરીક્ષાનું સમયપત્રક જાહેર, ઉમેદવારો આ તારીખ સુધી કરી શકશે અરજી

NTA એ JEE Mains 2023 સત્ર માટે અરજી ફોર્મ બહાર પાડ્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઇન્સ 2023 માટે અરજી ફોર્મ બહાર પાડ્યા છે અને JEE મેઇન્સ 2023 માટે ઑનલાઇન અરજીઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો NTA jeemain.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

NTA એ JEE Mains એપ્લિકેશન પ્રક્રિયા તેમજ પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. આ વખતે NTA બે તબક્કામાં JEE મેન્સ પ્રવેશ પરીક્ષા યોજશે. પ્રથમ તબક્કાનું આયોજન જાન્યુઆરી 2023માં અને બીજા તબક્કાનું એપ્રિલ 2023માં આયોજન કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે, ઉમેદવારો 12 જાન્યુઆરી સુધી 11:50 વાગ્યા સુધી અરજી કરી શકે છે.

24મી જાન્યુઆરીથી શરૂ થશે પરીક્ષા 

JEE મેઈનની પ્રથમ તબક્કાની પરીક્ષા 24, 25, 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરી 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે 1, 2 અને 3 ફેબ્રુઆરી 2023 અનામત રાખવામાં આવી છે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષાઓ 6, 8, 10, 11 અને 12 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે અનામત પરીક્ષાઓ 13 થી 15 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે, પ્રથમ પાળી સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી ચાલશે.

ઉમેદવારો કઈ રીતે કરી શકશે અરજી

  • ઉમેદવારો પહેલા NTA JEE Mains ની સત્તાવાર વેબસાઇટ nta.nic.in પર જાય છે.
  • NTA ના હોમ પેજ પર JEE Mains 2023 સત્ર-1 એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • નવા વપરાશકર્તાઓ, માંગેલી જરૂરી વિગતો ભરીને નોંધણી કરો.
  • તે પછી ઈમેલ પર મળેલી વિગતો જેમ કે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઈન કરો.
  • જે પછી હવે ઉમેદવારો JEE મેન્સનું અરજી ફોર્મ ભરે છે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરે છે અને ફી સબમિટ કરે છે.
  • સબમિટ પર ક્લિક કરો, તમારું ફોર્મ સબમિટ થઈ જશે.

JEE Mains ના બે પેપર રહેશે

તમને જણાવી દઈએ  કે JEE મેઈનના બે પેપર છે. પહેલું પેપર (B.E/B-Tech) અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટે હશે, જ્યારે બીજું પેપર B.Arch અને B. પ્લાનિંગ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવશે.પેપર 1 અને પેપર 2 ના દરેક વિષય માટે બે વિભાગ હશે. વિભાગ A બહુવિધ પસંદગી આધારિત પ્રશ્નો (MCQs)નો હશે અને વિભાગ Bમાં પ્રશ્નો હશે જેના માટે સંખ્યાત્મક મૂલ્ય ભરવામાં આવશે. વિભાગ B માં, ઉમેદવારોએ 10 માંથી કોઈપણ પાંચ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. વિભાગ A અને વિભાગ B બંનેમાં નેગેટિવ માર્કિંગ હશે.

આ પણ વાંચો:ઓઈલ કંપનીઓને મોટી રાહત, શું ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ?જાણો આ પાછળનું કારણ

Share your comments

Subscribe Magazine

More on News

More