વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી દેશને મફત વીજળી ભેટ આપવાની જાહેરાત કરી હતી. લોકોના કલ્યાણ માટે પીએમ મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટ દ્વારા હાલમાં જ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે આ યોજના થકી 1 કરોડ પરિવારોને દર મહીને 300 યુનિટ મફત વીજળી મળશે. સાથે જ ભારતમાં સૌર ઉર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તેમ જ આ યોજના પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
આજેથી યોજનાની શરૂઆત
કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે આ યોજના માટે બજેટની જાહેરાત કરી દીધી છે. તેના માટે કેન્દ્ર સરકારે 75,021 કરોડના રૂપિયાની ફાળવણી કરી છે. જેના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલર એનર્જી લગાવવામાં આવશે.તેની જાહેરાત કર્યા પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ કહ્યું કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને આજે મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જ્યારે વડા પ્રધાને આ યોજનાની જાહેરાત કરી હતી ત્યારે તેમને ટ્વીટર પર પોસ્ટ કરી કહ્યું હતું કે આ યોજાનાને સફળ બનાવવા માટે 75,021 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જેથી લોકોને મફત વીજળી આપવામાં આવશે. તેમણે કહ્યું આજે તેના માટે રૂપિયાની ફાળવણી કરતા મને અનેરો ઉત્સાહ થઈ રહ્યો છે.
દરેક જિલ્લામાં એક મોડેલ સોલાર .
તેમણે જણાવ્યુ કે આ યોજના હેઠળ, દરેક પરિવારને 1 KW સિસ્ટમ માટે 30,000 રૂપિયા, 2 KW સિસ્ટમ માટે 60,000 રૂપિયા અને 3 KW સિસ્ટમ અથવા તેનાથી વધુ માટે 78,000 રૂપિયાની કેન્દ્રીય નાણાકીય સહાય આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં રૂફટોપ સોલાર અપનાવવા માટે રોલ મોડેલ તરીકે કામ કરવા માટે સરકાર દરેક જિલ્લામાં એક મોડેલ સોલાર વિલેજ પણ વિકસાવશે. તેના સાથે જ છત પર સોલાર પેનલ ધરાવતું ઘર સૌર ઊર્જાનો ઉપયોગ કરીને વીજળીના બિલમાં બચત કરી શકશે અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને તમે વધારાની આવક પણ મેળવી શકશો.
દેશને શું ફાયદો થશે
આ યોજનાની મદદથી, સમગ્ર દેશમાં રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલાર દ્વારા વધારાની 30 GW સોલાર ક્ષમતા હશે અને તેના પરિણામે 25 વર્ષમાં 720 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ (CO2) સમકક્ષ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સિવાય પીએમ-સૂર્ય ઘર મફત વીજળી યોજના મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, વેચાણ, ઇન્સ્ટોલેશન, ઓપરેશન્સ અને મેનેજમેન્ટ અને અન્ય સેવાઓમાં લગભગ 17 લાખ નોકરીઓનું સર્જન કરશે.
Share your comments