ગુજરાતના ખેડૂતો માટે એરંડાની ખેતી સૌથી સફળ ખેતી તરીકે ગણવામાં આવે છે. જો ગુજરાતમાં એંરડાની ખેતીની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 20 હજાર ખેડૂતોએ પોતાના ખેતરમાં એરંડાની વાવાણી કરીને ઉત્પાદન મેળવે છે. તેથી કરીને રાજ્યમાં એરંડાની ખેતી કરી રહેલા ખેડૂતોને વધુમાં વધુ કમાણી થઈ શકાય તેના માટે એરંડાને તેલ થકી ઓર્ગેનિક ખાતર બનાવવાની વેચવાનું નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે એનકે પ્રોટીન્સ પ્રઈવેટ લિમિટેડએ વારે આવ્યો છે. આ કંપનીનું ઉદ્દેશ્ય એરંડાની ખેતી કરી રહેલા રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.
ખેડૂતોને તેથી શું મળશે?
એનકે પ્રાઈવેટ લિમિટેડએ ખેડૂતોને એરંડાની ડી ઓઇલ્સ કેક, ખોળ અને હાઈ પ્રોટીન અને ડીઓસી આપશે, જેથી એરંડાના તેલથી બાય પ્રોડક્ટ બનાવવામાં આવી શકાય અને તેનો ઉપયોગ ઓર્ગેનિક ખાતરમાં કરી શકાય.તેના સાથે ખેડૂતોને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્ચોર પૂરા પાડવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે, જેથી કેસ્ટર ડીઓસી અને એલએફઓએમ જમીનનું માળખું સુઘારી શકવામાં આવી શકાય. જણાવી દઈએ તેથી પાણી જાળવવાનું પ્રમાણમાં વધારો થાય છે તેમજ માઇક્રોબાયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન પણ મળે છે. જેથી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ મળે છે. ત્યાં બીજી મહત્વની બાબત એવું છે કે તેથી જમીનનું ધોવાણ ઘટાડવા અને જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં વધારો થાય છે અને પાકની ગુણવત્તામાં વધે છે તેમજ ઉપજ પણ સરખી મળે છે.
નિષ્ણાતોનો શું છે કહેવું?
દિલ્લી ખાતે યોજાઈ રહેલા 5 દિવસીય એગ્રો એક્સપોમાં પણ તેને લઈને અમારી ટીમે નિષ્ણાતો સાથે વાત કરી હતી, જ્યાં અમને જાણવા મળ્યું હતું કે એરંડાના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો તથા ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેના થકી પાકની વધુ ઉપજ ખેડૂતો પાસેથી મેળવી શકાય છે. તેથી જમીનની આરોગ્યામાં વઘારો થાય છે અને ખેડૂતોને વધુ સારા સંસાઘનો સુલભ બનાવવાથી ઉત્પાદકતા તથા આવક બંનેમાં નોંઘપાત્ર વધારો થાય છે.આથી કરીને લાંબા ગાળા માટે અમારા લક્ષ્ય છે કૃષિ સમુદાયમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને વ્યાપક કૃષિ ઇકોસિસ્ટમને મજબૂતી આપવાનો.
ગુજરાતમાં એરંડાનું કુલ ઉત્પાદન
સમગ્ર ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન જ્યાં થાય છે તો તે ગુજરાત છે. એજ નહીં ગુજરાતમાં દર વર્ષે એરંડાનું વિસ્તાર વધી પણ રહ્યો છે.2022-23 ના ગાળામાં ગુજરાતમાં એરંડાનો વિસ્તાર કુલ 7.14 લાખ હેક્ટરમાં પહોચ્યો હતો, જો કે 2023-24 ના ગાળામાં વધીને 7.24 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે. ઉત્પાદન પણ 2023 માં 15 લાખથી વધીને 2024 માં 16 લાખ સુધી પહોંચી ગયું છે અને ઉપજ હેક્ટર દીઠ પણ 2,196 કિલોગ્રામથી વધીને 2,206 કિલોગ્રામ થઈ ગઈ છે. આથી કરીને તેથી બનાવવામાં આવેલ ખાતરથી ગુજરાતના ખેડૂતોને ફાયદા પહોચડવાનું કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.
Share your comments