Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવે જમ્મુ-કાશ્મીરમાં પણ ખરીદી શકાશે જમીન જાણો, કોણ ખરીદી શકશે જમીન ?

જમ્મુ-કાશ્મીર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે જમ્મુ-કાશ્મીરમાં હવે મહાજન, ખત્રી અને શિખોને ખેતી માટે જમીન ખરીદવા-વેચવાનો અધિકાર આપ્યો છે. ઉપરાંત જે લોકો બાગાયત અને અન્ય સંબંધીત સેક્ટર સાથે જે સમુદાયના લોકો જોડાયેલા છે તે લોકોને પણ આ અધિકાર આપવામાં આવ્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Jammu and Kashmir  buy land
Jammu and Kashmir buy land

જમ્મુ-કાશ્મીર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે જમ્મુ-કાશ્મીરમાં હવે મહાજન, ખત્રી અને શિખોને ખેતી માટે જમીન ખરીદવા-વેચવાનો અધિકાર આપ્યો છે. ઉપરાંત જે લોકો બાગાયત અને અન્ય સંબંધીત સેક્ટર સાથે જે સમુદાયના લોકો જોડાયેલા છે તે લોકોને પણ આ અધિકાર આપવામાં આવ્યો છે.

આ ત્રણે સમુદાયો તરફથી ઘણા સમયથી આ અધિકાર આપવાની માંગ કરાઈ રહી હતી જેની હવે સરકારે મંજૂરી આપતા  લગભગ 17 લાખ લોકોને ફાયદો થશે. ઉપરાજયપાલ મનોજ સિંહની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલ રાજય પ્રશાસનીક પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો કે કૃષિ સાથે જોડાયેલા લોકો પોતાની જમીન બિન કૃષકને હસ્તાંતરીત (વેસ) શકે છે. જમીન વેચવાના આવેદન કર્યાના 30 દિવસમાં આ કાર્યવાહી પુરી કરવાની રહેશે.

સરકારના આ નિર્ણયથી જે લોકો ખેડૂત  નથી તેવા લોકોને  ખેતી અને તેને સંબંધીત ગતિવિધિઓ માટે જમીન ખરીદવાની તક મળશે. આથી કૃષિ, બાગાયત અને પશુપાલનના ક્ષેત્રમાં રોકાણની સંભાવના વધશે. સરકારના આ નિર્ણયથી આર્થિક વિકાસ અને રોજગારના દ્વાર પણ ખુલશે તેવુ પ્રવકતા દ્વારા જણાવાયું હતું .

ઉલ્લેખનીય છે કે કલમ 370 અને 35 એ નાબૂદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદીને લઈને નવા નિયમ બનાવાયો હતો. જે મુજબ ખેતી લાયક જમીન ખેડુતોના હાથમાં જ રહે અને ખેતી સાથે જોડાયેલા લોકો જ ખેતીની જમીન ખરીદી શકે, અન્ય નહીં અને તે પણ સ્પષ્ટ કરવું પડે કે ખેતીની જમીનમાં ઉપયોગ માત્ર કૃષિ કાર્ય માટે જ થાય. આ નિયમથી મહાજન, ખત્રી, શિખ ખેતી લાયક જમીન નહોતા ખરીદી શકતા. કારણ કે તેમના પુર્વજ ખેતી નહોતા કરતા પણ હવે નવા નિયમ મુજબ તેઓ ખરીદી શકે છે.

આ પણ વાંચો - ઔષધીય છોડ સર્પગંધા ની ખેતી કરવાથી ખેડૂતોની કમાણી થઈ જશે લાખોમાં

Share your comments

Subscribe Magazine

More on News

More