Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવે ખાતર સેક્ટરમાં ભારતનો દબદબો વધશે, વર્ષ 2025-26 સુધીમાં યુરિયામાં બનશે આત્મનિર્ભર

ભારત વર્ષ 2025-26 સુધીમાં યુરિયામાં આત્મનિર્ભર બનશે

KJ Staff
KJ Staff
ખાતર સેક્ટરમાં ભારતનો દબદબો વધશે
ખાતર સેક્ટરમાં ભારતનો દબદબો વધશે

વર્ષ 2018થી 6 યુરિયા ઉત્પાદન એકમો, ચંબલ ફર્ટિલાઇઝર લિમિટેડ, કોટા રાજસ્થાન, મેટિક્સ લિમિટેડ, પનાગઢ, પશ્ચિમ બંગાળ, રામાગુંડમ-તેલંગાણા, ગોરખપુર-ઉત્તર પ્રદેશ, સિન્દ્રી-ઝારખંડ અને બાર - બિહારની સ્થાપના અને પુનરુત્થાનથી દેશને યુરિયા ઉત્પાદન અને ઉપલબ્ધતામાં આત્મનિર્ભર બનાવવામાં મદદ મળી રહી છે.

આ પણ વાંચો : ઑપ્ટીકલ ઈમેજ સેન્સીંગ: ખેડૂતનું સશક્તિકરણ કરતી અત્યાધુનિક ટેક્નોલોજી

યુરિયાનું સ્વદેશી ઉત્પાદન વર્ષ 2014-15 દરમિયાન 225 LMT થી વધીને વર્ષ 2021-22 દરમિયાન 250 LMT કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 2022-23માં ઉત્પાદન ક્ષમતા વધારીને 284 LMT કરવામાં આવી છે.વર્ષ 2025-26 સુધીમાં ભારતમાં 195 LMT પરંપરાગત યુરિયાની સમકક્ષ 44 કરોડ બોટલની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આઠ નેનો યુરિયા પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે.

નેનો યુરિયા અંકુશિત રીતે છોડને પોષક તત્ત્વો પહોંચાડે છે, જેનાથી ખેડૂતો માટે ખર્ચ ઘટાડીને પોષક તત્ત્વોના ઉચ્ચ ઉપયોગ કાર્યક્ષમતામાં ફાળો આપે છે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં વધારો થયો છે.આ નેનો યુરિયા પ્લાન્ટ્સ સાથે યુરિયા પરની વર્તમાન આયાત નિર્ભરતા ઘટાડશે અને 2025-26 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈફકો વિશ્વભરના ખેડૂતો માટે નેનો DAP લિક્વિડ પણ લઈને આવ્યું છે. નેનો ડીએપી એ છોડની ઉત્પાદકતા વધારવા માટે અસરકારક ઉત્પાદન છે અને તે પરંપરાગત ડીએપી કરતા સસ્તું છે. ઉપરાંત, તે છોડ અને પ્રાણીઓ દ્વારા ઉપયોગ માટે સલામત અને બિન-ઝેરી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More