Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવે અનાજનો પણ એટીએમ, આ રાજ્યમાં એટીએમથી લઈ શકાય આનાજ

હરિયાણાના ગુરૂગ્રામમાં ભારતનો પહેલો અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યુ છે.તેનો સીધો લાભ ગ્રાહકોને મળશે કારણ કે અનાજ એટીએમની સ્થાપના બાદ ગ્રાહકોને હવે સરકારી રાશન ડીપોની સામે અનાજ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે.

મનોહર લાલ ખટ્ટર (હરિયાણાના મુખ્યપ્રધાન)
મનોહર લાલ ખટ્ટર (હરિયાણાના મુખ્યપ્રધાન)

હરિયાણાના ગુરૂગ્રામમાં ભારતનો પહેલો અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યુ છે.તેનો સીધો લાભ ગ્રાહકોને મળશે કારણ કે અનાજ એટીએમની સ્થાપના બાદ ગ્રાહકોને હવે સરકારી રાશન ડીપોની સામે અનાજ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે.

હરિયાણાના ગુરૂગ્રામમાં ભારતનો પહેલો અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યુ છે.તેનો સીધો લાભ ગ્રાહકોને મળશે કારણ કે અનાજ એટીએમની સ્થાપના બાદ ગ્રાહકોને હવે સરકારી રાશન ડીપોની સામે અનાજ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે. આ સાથે જ રેશન મેળવવામાં ગેરરીતિની ફરિયાદ પણ દૂર કરવામાં આવશે. હરિયાણા સરકારે ગ્રાહકો માટે અનાજ એટીએમ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. ખરેખર આ નિર્ણય પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત લેવામાં આવ્યો છે, જેના કારણે આ એટીએમ ઘણા શહેરોમાં લગાવવામાં આવશે.

આજાન એટીએમ વિષય રાજ્યનાં ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના કહવું છે કે, તે એટીએમ લાગ્યા પછી ગ્રાહકોનો સમય બચશે અને તે લોકોને રાશન સહી માપ અને સમયસર મળશે. તે આગળ કહે છે કે, અનાજ એટીએમ લગાવવાનો અસલ કારણ 'રાઇટ બેનિફિટિ ટુ રાઇટ બેનિફિસિઅર'  છે. આનાથી સરકારી ડીપોમાં અનાજની અછતની તકલીફ દૂર થશે. ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે ગુરુગ્રામના ફરૃખનગરમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ રાજ્યભરના સરકારી ડીપોમાં આ ફૂડ સપ્લાય મશીન લગાવવાની યોજના બનાવવામાં આવી છે.

હરિયાણા રાજ્યનોં નક્શે
હરિયાણા રાજ્યનોં નક્શે

અનાજ એટીએમ કેવી રીતે કામ કરે છે

અનાજ એટીએમ એ એક સ્વચાલિત મશીન છે, જે બેંકના એટીએમની તર્જ પર કાર્ય કરે છે. યુનાઇટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત સ્થાપિત આ મશીનને ઓટોમેટીક, મલ્ટી કોમોડિટી, અનાજનું વિતરણ મશીન કહે છે. તે જ સમયે અધિકારી અંકિત સૂદે કહ્યું કે આ મશીનથી અનાજમાં થતી ખલેલ નહિવત્ છે.

શુ મશીનમાંથી તમામ પ્રકારના અનાજ નીકળી શકશે  

આ અનાજ મશીનમાં ટચ સ્ક્રીનવાળી બાયોમેટ્રિક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ મશીનથી અનાજ લેવવા માટે લાભાર્થીએ આધાર નંબર અને રેશનકાર્ડ દાખલ કરવો પડશે. તે જ સમયે, મશીન દ્વારા ત્રણ પ્રકારના અનાજ મળશે, જેમાં ઘઉં, ચોખા અને બાજરીનો સમાવેશ થાય છે.

Share your comments

Subscribe Magazine

More on News

More