Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવે ખેડૂતોને મળશે દર મહિને રૂ. 3 હજાર, લાભ લેવા કરો આટલુ કામ

પીએમ કિસાન યોજનાના ખાતાધારકોને હાલમાં દર વર્ષે રૂ.6000 આપવામાં આવી રહ્યા છે પરંતુ આ યોજના સાથે જ એક નવી પીએમ કિસાના પણ જોડવામાં આવી છે આ નવી પીએમ કિસાન યોજનામાં હવે ખેડૂતોને દરમહિને 3000 રૂપિયા વધારાના મળશે.

Sukhadev Thakor
Sukhadev Thakor

પીએમ કિસાન યોજનાના ખાતાધારકોને હાલમાં દર વર્ષે રૂ.6000 આપવામાં આવી રહ્યા છે પરંતુ આ યોજના સાથે જ એક નવી પીએમ કિસાના પણ જોડવામાં આવી છે આ નવી પીએમ કિસાન યોજનામાં હવે ખેડૂતોને દરમહિને 3000 રૂપિયા વધારાના મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડ઼ૂત ભાઈઓએ એક કામ કરવુ પડશે. ખેડૂક મિત્રોએ માનધન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

PM Kisan Mandhan Schemeમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

જો તમે પીએમ કિસાન યોજનામાં લાભ લઈ રહ્યા છો તો હવે તમને તમારા ખાતામાં વર્ષે 6000 રૂપિયાની સાથે દર મહિને 3000 રૂપિયા પણ આપવામાં આવશે. આ માટે તમારે PM Kisan Mandhan Schemeમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પમ પ્રકારની કાગળી કાર્યવાહી કરવાની જરૂર નથી.આ પેન્શન યોજના માટે અંશદાન પણ સમ્માન નિધિના આધારે આવતી સરકારી મદદમાંથી કપવામાં આવશે. 

આ રીતે મળશે જાણકારી

જો કોઈ ખેડૂતમિત્ર PM Kisan અને PM Kisan Mandhan Schemeમાં રજિસ્ટ્રેશન કરાવે છે તો રજિસ્ટ્રેશન કરાવેલ  ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા ખાતામાં મળે છે. જો કોઈ ખેડૂતે PM Kisan Mandhan Schemeમાં રજિસ્ટ્રેશન કરાવેલ છે અને તે ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધારે છે અને 60 વર્ષની ઉમર થવા બાદ  દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. જો તમારે આ યોજના વિશે વધારે વિગતો જાણવી હોય તો પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ  www.pmkisan.gov.in ની મુલાકાત લો. આ એક સરાકારી વેબસાઈલટ છે જ્યાં આ યોજના વિશે વિસ્તારમાં જાણકારી મળી શકશે અને બીજી અન્ય સરકારી યોજના વિશે પમ જાણકારી મળી રહેશે.

જાણો બંને યોજનાઓ વિશે

અત્યારે હાલમાં મોદી સરકારે ખેડૂતોના હિત માટે બે યોજનાઓ શરૂ કરી છે જેમાં પ્રથમ યોજનાનું નામ PM Kisan Scheme છે અને બીજી યોજનાનુ નામ PM Kisan Mandhan Scheme છે. આ બન્ને યોજનામાં શુ તફાવત છે અને બન્ને યોજના દ્વારા ખેડૂતો કઈ રીતે લાભ મળશે કઈ યોજનામાં ખેડૂતને કેટલો લાભ મળશે તે અંગે જણાવીશુ.

PM Kisan યોજના

PM Kisan યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા પીએમ મોદીએ કરી હતી. ખેડૂતો વધારે સધ્ધર બને અને આત્મ નિર્ભર બને તે માટે આ યોજનાની શરૂાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે. આ યોજનાના આઘારે સરકાર ગરીબ ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર નાણાંકીય સહાય કરશે. પીએમ કિસાન સમ્માન નિધિમાં 3 હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે. આ લાભ એવા ખેડૂતોને મળશે કે જે ખેડૂતોએ પીએમ કિસાન યોજના અંર્ગત ખાતા ખોલાવેલ છે. આમ પીએમ કિસાન યોજના અંતર્ગત ખાતુ ખોલાવવાના ખેડૂતોને અનેક લાભો પણ છે આમ આવી ખેડૂતો માટેની સરકારી યોજનાની મળતી સહાયની ધલરાશી સીધી ખેડૂતોના બેંક એકાઉમન્ટમાં જમા થાય છે જેના કારણે પહેલા જે ખેડૂતોને તેમના હકની ધનરાશી નહોતો મળતી અને વચ્ચે જે ઓફિસરો અડધી રકમ ખાઈ જતા હતા તે બંધ થઈ ગયુ છે અને હાલના સમયામાં સરકાર તરફથી ખેડૂતોને જે આર્થિક સહાય આપવામાં આવી રહી છે તેની પૂરેપૂરી રકમ ખેડૂતોને સીઘે સીધી મળી રહી છે.

PM Kisan Mandhan યોજના

PM Kisan Mandhan યોજના પણ કેન્દ્રમાં રહેલ મોદી સરકારે જ શરૂઆત કરી છે. જેમ કોઈ સરકારી કે ખાનગી કંપનીમાં કોઈ કર્મતચારીને વૃદ્ધવસ્તામાં આર્થિક રીતે તંગી ન પડે  તે માટે સરકારી કે ખાનગી કંપનીઓ દ્વારા પેન્શન યોજના ચલાવવામાં આવે છે તેવી જ રીતે મોદી સરકાર દ્વારા પમ ખેડૂતો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. વૃદ્ધાવસ્થામાં ખેડૂતોએ  આર્થિક રીતે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માયે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના 60 વર્ષથી ઉપરના ખેડૂતોને પેન્શનની સુવિધા આપે છે. આ યોજનાનો લાભ  18-40 વર્ષનો ખેડૂતો પણ લઈ શકે છે. તેને ઉંમરના આધારે મહિને પેન્શન રૂપિયા 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા આપવામાં આવે છે. આ માટે પ્રીમિયમ 55  રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું હોય છે. તે સબ્સ્ક્રાઈબર્સ પર આધાર રાખે છે.

કેવી રીતે મળશે તેનો લાભ?

  • - પીએમ કિસાનના આઘારે ગરીબ ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાની રકમ 3 હપ્તામાં મળી રહી છે.
  • - પેન્શન સ્કીમ પીએમ કિસાન માનધનમાં ભાગ લે છે તો એક તો રજિસ્ટ્રેશન સરળતાથી થાય છે.
  • - અન્ય વિકલ્પમાં પેન્શન સ્કીમમાં દર મહિને કપાતી રકમ પણ 3 સરકારી હપ્તામાંથી કપાઈ જાય છે.
  • - ખેડૂતોએ પ્રીમિયમના રૂપમાં 55-200 રૂપિયાની રકમ જમા કરવાની રહે છે.
  • - વધુમાં વધુ વર્ષે 2400 રૂપિયાનું અને મિનિમમ 660 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે.
  • - 6000 રૂપિયામાંથી વધારેમાં વધારે 2400 રૂપિયા કપાય તો પણ સમ્માન નિધિના 3600 રૂપિયા ખાતામાં બચશે.
  • - 60ની ઉંમર બાદ તમને 3000 રૂપિયા મહિનાનું પેન્શનનો લાભ મળશે.

Share your comments

Subscribe Magazine

More on News

More