Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવે નહીં મળે પશુપાલકોને આ સૌગાત, અમિત શાહના કાર્યક્રમ થયું રદ્દ

કેંદ્રીય ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના બનાસ ડેરીના કાર્યક્રમ ને અનિવાર્ય સંજોગોના કારણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તમણે જણાવી દઈએ કે આજના કાર્યક્રમમાં કેંદ્રીય ગૃહ પ્રધાન ખેડૂતોને મળતી ખેડૂત ક્રેડિટ કાર્ડની સુવિધામાં ગુજરાતના પશુપાલકોનું પણ સમાવેશ કરવાના હતા.

Amansinh Jadeja
Amansinh Jadeja
હવે પશુપાલકોને નહીં મળે ખેડૂતો જેવો લાભ (સૌજન્ય: વિકિપીડિયા)
હવે પશુપાલકોને નહીં મળે ખેડૂતો જેવો લાભ (સૌજન્ય: વિકિપીડિયા)

ગુજરાત ને ભારતની દૂઘ કૈપ્ટિલ બનાવનાર બનાસ ડેરીમાં આજે કેંદ્રીય ગૃહ પ્રઘાન અમિતભાઇ શાહ દ્વારા નવા પ્રોજેક્ટની શુરુઆત કરવામાં આવવાની હતી. જેને અનિવાર્ય સંજોગોના કારણે રદ્દ કરી દેવામાં આવ્યું છે. સમાચાર લખી જવાના સુધી આ માહિતી નથી મળી છે કે કાર્યક્રમ ને શાહ માટે રદ્દ કરવામાં આવ્યું છે. કેંદ્રીય ગૃહ મંત્રી તરફથી કહવામાં આવ્યું છે અનિવાર્ય સંજોગોના કારણે આ કાર્યક્રમમાં ફેરવાર કરવામાં આવ્યું છે પણ સરકાર ખેડૂતો સાથે ખભાથી ખભા મેળવીને ઉભી છે. તમણે જણાવી દઈએ કે, અમિતભાઇ શાહ દ્વારા આજે ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધી માટે બઉ લાભકારી ગણવામાં આવી રહેલી યોજનાઓનું લોકાર્પણ થવાના હતા, જેને હવે રદ્દ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કેંદ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 2024માં નવા વિકાસ કાર્યોં હાથ ઘરવામાં આવી રહ્યા છે. 

આજે એટલે કે સોમવારે કેંદ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં થવાના કાર્યક્રમને લઈને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અગાઉથી જ થરાદમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જણાવી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેંદ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે સોમવારે બનાસ ડેરી દ્વારા દિયોદરમાં કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે, જ્યાં તેઓ પશુપાલકો અને ખેડૂતોને મોટી ભેટ આપશે જેથી તેમનો અને ગુજરાતનો વિકાસ થાય.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રમાં થઈ રહેલા વિકસાને જોતા ગુજરાત અને કેંદ્ર સરકાર ખેડૂતોની પ્રગતિ માટે મહત્વનો પ્રયાસ કરી રહી છે. જેથી દેશના ખેડૂતોના નાણાં દેશમાં જ રહે. આ માટે વિકાસનો એક નવો અધ્યાય શુરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કાર્યક્રમ વિશે આગળ જણાવતા કહ્યુ હતું કે અમિત શાહના હસ્તે ખેડૂત ક્રેડિટ કાર્ડનો પ્રાંરભ કરવામાં આવશે.જેથી હવે ખેડૂતો સાથે પશુપાલકોને પણ આ કાર્ડનો લાભ મળશે. 

તેની સાથે જ આજે સોમવારે ગૃહ પ્રધાનના હસ્તે બનાસ બેંક ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુર્હૂત પણ કરવામાં આવાના હતા. તેમજ અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટનું પણ લોકાર્પણ થવાના હતા. તેના સાથે જ બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટુનું પણ લોકાર્પણ કેંદ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહના હસ્તે આજે થવાના હતા પરંતુ હવે કેંદ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આજે પશુપાલકોને મળવાની સરકારલક્ષી ભેટ હવે ક્યારે મળશે તેના વિશે પણ હજી-સુઘી કોઈ માહિતી આપવામાં આવી નથી.                                     

Share your comments

Subscribe Magazine

More on News

More