ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 24 નવા સભ્યોએ શપથ ગ્રહણ કર્યાં છે. આ કેબિનેટની વિશેષતા એ છે કે તે તમામ નવા ચહેરા છે. એટલે કે અગાઉની વિજય રૂપાણી સરકારમાં કામ કરી ચુકેલા સભ્યોને સ્થાન આપવામાં આવ્યું નથી. કદાંચ સંગઠન તેમને આગામી વર્ષે યોજાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અન્ય કોઈ જવાબદારી આપી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 10 કેબિનેટ, પાંચ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના 14 પ્રધાનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. કેબિનેટમાં રાજ્યના દરેક વિસ્તારનું સંતુલન જાળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાંથી સાત, દક્ષિણ ગુજરાતમાંથી સાત, મધ્ય ગુજરાતમાંથી પાંચ, ઉત્તર ગુજરાતમાંથી ત્રણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્ઞાતિ આધારિક સમિકરણો પર ધ્યાન
કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 સભ્યોનું શપતવિધી થયું છે, રાજભવનમાં યોજાયેલી શપથવિધિ બાદ ખાતાની ફાળવણી પણ સાંજે કરી દેવામાં આવી હતી. પ્રાદેશિક બાબતના સંતુલનને જાળવવા ઉપરાંત જ્ઞાતિ આધારિત સમિકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ તેમની ટીમમાં ઓબીસીમાંથી ત્રણ કોળી સમાજ સહિત કુલ નવ સભ્યો, એક ક્ષત્રિય, તથા કુલ સાત પટેલ, બે એસસી, ત્રણ એસટી, એક બ્રાહ્મણ અને એક જૈન સભ્યનો સમાવેશ કર્યો છે.ખાતાની ફાળવણીની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા-ન્યાય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે.
જીતુ વાઘાણીને શિક્ષણ, ઉચ્ચ તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન પ્રાઉદ્યોગિક બાબતોના જ્યારે રૂષિકેશ પટેલને આરોગ્ય-પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠા બાબતો અને પૂર્ણેશ મોદીને માર્ગ-મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, રાઘવજી પટેલનો કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, કનુભાઈ દેસાઈને નાણાં, ઉર્જા, પેટ્રોલિયમ, કિરીટસિંહ રાણાને વન,પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ,સ્ટેશનરી, નરેશ પટેલને આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા, અર્જુનસિંહ ચૌહાણને ગ્રામ્ય વિકાસ, અધિકારીતા તેમ જ પ્રદીપસિંહ પરમારને સામાજીક ન્યાય, અધિકારીતા બાબતોની જવાબદારી આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવીને રમત-ગમત, યુવા-સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બ્રિજેશ મેરજાને શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, મનિષાબહેન વકીલને મહિલા-બાળ કલ્યાણ, સામાજીક ન્યાય-અધિકારીતાની જવાબદારી સોંપવામાં આવી છે.
Share your comments