કૃષિ જાગરણ તેમ જ મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા 1 થી 3 ડિસેમ્બર 2024 ના રોજ દિલ્લી ખાતે પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવા માટે મિલેનિયર ફાર્મર ઑફ ઇન્જિયા એવોર્ડનું આયોજન કરવામાં આવશે. જેને લઈને દેશના દરેક ખૂણામાં કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ સાથે મળીને એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રાનું આયોજન કર્યો છે. જો કે અત્યારે આપણા ગરવી ગુજરાતમાં ચાલી રહી છે અને દરેક પ્રગતિશીલ ખેડૂત પાસે પહોંચીને તેમને મિલિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડ વિશે માહિતી આપી રહી છે.
તમને જણાવી દઈએ કે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢવાણું પ્રયાસ કરી રહી છે તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. તેના સાથે જ અત્યાર સુધીમાં 20 થી વધુ એફપીઓમાં પહોંચીને તેમની પણ સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી છે. જેથી તેમની સમસ્યાઓનો ઉકેળ શોધીને ખેડૂતની મદદ કરવામાં આવી શકાય.
MFOI એવોર્ડના જ્યુરી ચેરપર્સન તરીકે નીતિ આયોગના સભ્ય સ્વીકારી નિમંત્રણ
1 થી 5 ડિસેમ્બર 2023 માં જ્યારે મહિન્દ્રા ટ્રેક્ટર્સ અને કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડ યોજાયુ હતુ. ત્યારે અમારા ગુજરાતના આગેવાન અને અત્યારે દેશના પશુપાલન મંત્રી પુરૂષોત્તમભાઈ રુપાળાએ જ્યૂરીના ચેયરપર્સન તરીકે પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કર્યો હતો. હવે ચાલૂ વર્ષે એટલે કે 2024ના ડિસેમ્બરમાં 1 થી 3 તારીખ સુધી યોજનાર મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડના જ્યૂરી ચેયરપર્સન તરીકે નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચંદએ કૃષિ જાગરણના નિમંત્રણ સ્વીકારી લીધું છે.
નિમંત્રણ સ્વીકાર્યા પછી તેમને વીડિયો કરી જાહેર
મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડમાં જ્યૂરી ચેયરપર્સનના પદ સ્વીકારતા તેમણે કહ્યું કે હું કૃષિ જાગરણ એગ્રીકલ્ચર વર્લ્ડના સંસ્થાપક અને એડિટર ઈન ચીફ એમ. સી. ડોમનિક અને એમ.ડી શાઈની ડોમનિક તેમ જ કૃષિ જાગરણને ખૂબ-ખૂબ વધામણી આપું છું કે તેમને મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા નામથી ખેડૂતો માટે ઘણો સારો એવા કાર્યક્રમ શરૂ કર્યો છે. તેંમણે કહ્યું કે આ એવોર્ડનું સૌથી મોટો લાભ જો હું મારી નજરમાં જોવું છું તે છે કે અત્યાર સુધી અમે કૃષિને આટલુ મહત્વ નથી આપતા હતા.પરંતુ આ ઇનિસેટિવના કારણે કૃષિની સમૃદ્ધિ માટે વાત કરવામાં આવી રહી છે. જેથી અમે તેને એક ખૂબ જ સારો એવો ઇનિસેટિવ કઈ શકાય છે, જેના થકી ખેડૂતોની સમૃદ્ધિ અને આવકમાં વધારો કરવા માટે કામ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું, તેના ઘણા સારા એવા હકારાત્મક બાજુઓ સાથે તેના હકારાત્મક અસર પણ જોવા મળશે. આ એવોર્ડ થકી એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવી રહ્યો છે, જેમને ખેતીના ક્ષેત્રને નાના કાર્ય સમજવાની જગ્યાએ તેને આવકના સારા એવા કાર્ય તરીકે લીધું છે. આથી એવા ખેડૂતોમાં આશા સાથે આત્મવિશ્વાસ પણ છે, જેની હું પ્રશંસા કરૂં છું. મને એવું લાગે છે કે મિલેનિયર ફાર્મર થકી આખા દેશમાં એક એવા સમાચાર ફેલાશે, જો કે આમારા દેશના કૃષિ ક્ષેત્રને આગળ વધારવામાં મદદરૂપ થાશે.
મિલિનેયિર ફાર્મર ઑફ ઇન્ડિયા થકી મહિલાઓ અને યુવાનોને મળશે પ્રેરણા
નીતિ આયોગના સભ્ય રમેશચંદ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે મને આ ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમ (મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા) થકી આમારા દેશની મહિલાઓ અને યુવાનોને પ્રેરણા મળશે અને તેઓ કૃષિને નાના કાર્યની જગ્યાએ રોજગારના એક સારો તક તરીકે જોશે. તેમણે કહ્યું કે અમારા દેશના યુવાનોએ કૃષિને એક વેપાર તરીકે ઉભા કરીને તેને મોટી આવક વાળો રોજગાર બનાવી શકે છે. તેમણે કહ્યું કે મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડના કારણે દેશના યુવાનોએ જે એજ વિચારી લીધું હતું કે ખેતીમાં વધુ પૈસા નથી, તેથી કરીને તેઓ તેને છોડીને શહેરમાં આવીને નાની- મોટી નોકરિઓ કરી રહ્યા છે, એવા લોકોના કૃષિ પ્રત્ય રસ વધશે અને તેઓ ખેતી અને ગામડાઓ તરફ પાછા ફરશે. આ એવોર્ડ થકી તેના ઉપર બ્રેક પણ લાગશે અને કૃષિ અને ગામડાઓને સમૃદ્ધ બનાવીને ત્યાં સારા એવા જીવન જીવા માટે એક રોડ મેપ તૈયાર કરશે, જેથી શહેરમાં નાની-મોટી નોકરી કરી રહેલા યુવાનોએ ખેતી થકી દેશને આગળ વધારવામાં પોતાનું વધુ યોગદાન આપશે.
Share your comments