મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળ પૂરા કરીને ત્રીજા કાર્યકાળમાં પ્રવેશ કર્યો છે. જેને લઈને વડા પ્રઘાન નરેંદ્રભાઈ મોદીએ પોતાના ત્રીજ કાર્યકાળના પહેલા 100 દિવસમાં શું-શું કામ કરશે તેને લઈને ચર્ચા વિચારણ કરી રહ્યા છે. એજ સંદર્ભમાં દેશના નવા કૃષિ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે આવનારા 100 દિવસોમાં ખેડૂત અને કૃષિના ક્ષેત્ર માટે શું-શું કરવાનું છે તેને લઈને આજે એટલે કે બુધવારે 12 જૂનના રોજ અધિકારિયો સાથે એક બેઠક મેળવી હતી. બેઠક દરમિયાન કૃષિ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણએ અધિકારિયો સાથે વાતચીત કરતાં તેમને આદેશ આપ્યું હતું કે આવનારા 100 દિવસમાં આમારે ખેડૂતો માટે મોટા-મોટા કાર્યો કરવાનું છે. જેથી દેશના કૃષિ ક્ષેત્ર માટે અમે વિકાસનું વેગ ફુંકાઈ શકાય. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેંદ્ર મોદીની સૌગંદના મુજબ આવનારા 100 દિવસ આમારા માટે ઘણા મહત્વના છે.
ખેડૂતોની સમસ્યાઓનું ઉકેળ કાઢવાનું આમારૂ લક્ષ્ય
બેઠક દરમિયાન કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંધ ચૌહાણએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા 100 દિવસમાં વિભાગીય કાર્ય યોજનાના તમામ પાસાઓને સમજવાની સાથે દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની પીડા અને વેદનાને ઓછી કરવા માટે નક્કર પગલાં ભરવા માટે માર્ગદર્શિકા આપી હતી. તેમણે કહ્યું કે ખેડૂત ભાઈયો અને બહેનોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ વગેરની ઉપલબ્ધતા અગ્રતાના ધોરણે સુનિશ્ચિત થવી જોઈએ અને તેઓને આ બાબતે કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ખાસ કાળજી આમારે લેવી જોઈએ.
દેશમાં પાકના ઉત્પાદનમાં વધારો થવું જોઈએ
કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે પોતાના વકત્વ્યમાં વધુમાં ઉમેર્યું કે દેશમાં કૃષિ ઉત્પાદકો જેમ કે પાક અને દૂધ વગેરેના ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, જેના માટે આમારે ભેગા મળીને કામ કરવાનું રહેશે. તેમણે કહ્યું કે આમારે ફક્ત દેશની જરૂરિયાત મુજબ ઉત્પાદન નથી કરવું, પરંતુ આમારે દરેક પાક અને દૂધનું ઉત્પાદન આવી રીતે કરવું છે જેથી તેઓ આમારા દેશના લોકો માટે તો ભોજનની પૂરતી કરી શકાય સાથે જ અમે તે ઉત્પાદનને વિદેશોમાં પણ મોકલીને વળતર કમાવી શકાય. તેના માટે આમારે કૃષિ ક્ષેત્રને લગતી અને નવી યોજનાઓ જોકે ભવિષ્યમાં અમલમાં મુકાશે તેના ઉપર ભેગા મળીને અને પૂરતી મહેનત સાથે આગળ વધવું પડશે
બેઠક દરમિયાન કોણ-કોણ ઉપસ્થિત રહ્યા હતા
બેઠક દરમિયાન કેન્દ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણ સાથે કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુર તથા ભાગીરત ચૌધરી, કૃષિ સચિવ મનોજ અહુજા તેમ જ કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE) ના સચિવ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના મહાનિર્દેશક ડૉ. હિમાંશુ પાઠક અને અન્ય અધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share your comments