Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

GPay, PhonePe, Paytm પર હવેથી ટ્રાન્ઝેક્શનની મર્યાદા, જાણો કેટલી રકમ સુધીના કેટલા ટ્રાન્ઝેક્શન કરી શકાશે

UPI યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ચુક્યું છે. NPCI દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે GPay, PhonePe, Paytm થી ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને ચુકવણીની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે નીચે મુજબ છે…

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

આજના સમયમાં દરેક વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યો છે. આમાં મોટાભાગના લોકો UPIની મદદથી પેમેન્ટ કરે છે. જો તમે પણ આ રીતે ડિજિટલ પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

હવેથી Google Pay (GPay), ફોન પે (PhonePe), Amazon Pay (Amazon Pay) અને Paytm (Paytm) જેવી મોટી કંપનીઓએ દરરોજના ટ્રાન્ઝેક્શન પર અમુક મર્યાદા લાદી છે. આ માટે NPCIએ એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

તમને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ હવે લોકો UPI દ્વારા દરરોજ માત્ર 1 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક નાની બેંકોમાં આ મર્યાદા માત્ર રૂ. 25000ની  રહેશે. આવો જાણીએ કઈ એપથી કેટલા થશે ટ્રાન્ઝેક્શન..

એમેઝોન પેમાં આટલી હશે મર્યાદા

જો તમે Amazon Pay નો ઉપયોગ કરો છો, તો હવે તેની મદદથી તમે એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પરંતુ પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 24 કલાકમાં માત્ર 5000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન જ કરી શકાશે. આ એપમાં બેંકે દૈનિક વ્યવહારો માટે માત્ર ૨૦ ટ્રાન્ઝેક્શન નક્કી કર્યા છે. તેથી હવે રોજ ૨૦ થી વધુ ટ્રાન્ઝેક્શન નહી કરી શકાય.

Paytm માં આટલી હશે મર્યાદા

Paytm નો ઉપયોગ કરનારા યુઝર્સ એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે અને Paytm એ દર કલાકે ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ નક્કી કરી છે. હવે તમે પ્રતિ કલાક માત્ર 20,000 રૂપિયા સુધીની લેવડદેવડ કરી શકશો. આ ઉપરાંત, Paytmમાં પ્રતિ કલાક માત્ર 5 ટ્રાન્ઝેક્શન થશે અને તે પણ એક દિવસમાં માત્ર 20 ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

PhonePe પર પણ લદાઈ મર્યાદા

PhonePe માં UPI ટ્રાન્ઝેક્શન લિમિટ હવે 1 લાખ રૂપિયા સુધીની કરી દેવાઈ છે અને એક દિવસમાં તમે માત્ર 10 થી 20 ટ્રાન્ઝેક્શન જ કરી શકશો.

Google Pay ની જાણી લો મર્યાદા

હવે તમે Google Pay દ્વારા  તમારા એકાઉન્ટમાંથી 10 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં અને નવી ગાઈડલાઈન અનુસાર તમે એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીના જ ટ્રાન્ઝેક્શન કરી શકશો.

આ પણ વાંચો:પીએમ જન ધન યોજના: સરકાર ખાતાધારકોને આપશે રૂપિયા 10 હજાર! જાણો કેવી રીતે તપાસશો બેલેન્સ

Share your comments

Subscribe Magazine

More on News

More