વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા કૉલોની ખાતે સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી સંકુલમાં આરોગ્ય વનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ આરોગ્ય વનની શું વિશેષતા છે ? તે જાણીએ
5 લાખ ઔષધીય છોડ આ આરોગ્ય વનમાં છે
આરોગ્ય વન ભારતની સમૃદ્ધ પુષ્પ પરંપરાઓ, તમામ છોડો સાથે સાથે કલ્યાણ અને સારા સ્વાસ્થ્યની પરંપરાગત પદ્ધતિ પર આધારિત છે. આ વનમાં 5 લાખથી વધારે ઔષધીય છોડ છે. આ વન આશરે 17 એકરમાં ફેલાયેલુ છે. તેમાં અનેક પ્રકારના ખાસ ઔષધીય છોડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક આકર્ષક ફૂલછોડ પણ સુગંધ ફેલાવી રહ્યા છે. તેમાં 6 જેટલા બગીચામાં 380 પ્રકારના છોડ છે. લુટેઆ ગાર્ડન, યોગ અને ધ્યાન ગાર્ડન, ઇનડોર પ્લાંટેશન વિભાગ, આયુર્વેદિક ફૂડ શૉપ પણ છે.
મોદીએ ગોલ્ફ ગોલ્ફ કોર્ટ મારફતે આરોગ્ય વનની મુલાકાત લીધી
PM મોદીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યા બાદ તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમણો ગોલ્ફ કોર્ટની સવારી મારફતે આરોગ્ય વનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત એક સેલ્ફી પૉઇંટનું પણ ઉદઘાટન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વન સરદાર પટેલની પ્રતિમા સ્ટૅચ્યૂટ ઑફ યૂનિટ સંકુલમાં આવેલુ છે. તેમાં અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ ઉગાડવામાં કે લાવીને મૂકવામાં આવી છે.
ઔષધીય છોડનો ઉપયોગ અંગે વનમાં માહિતી આપવામાં આવશે
ખાસ વાત એ છે કે ઔષધીય છોડના ઉપયોગની વિધિ તથા તેના મહત્વ અંગે પણ આ પાર્કમાં લોકોને જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત સ્વસ્થ જીવનના અનેક સંસાધનો પણ પાર્કમાં છે. તમામ લોકો તેનો ખાસ ઉપયોગ કરી આરોગ્યમય જીવન તરફ આગળ વધી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદીએ આરોગ્ય વનના ઉદ્ઘાટન ઉપરાંત રાજ્યની અનેક પરિયોજનાની શરૂઆત કરાવી અને અંતે સીપ્લેન સેવાનું લોકાર્પણ કરી દિલ્હી રવાના થઈ ગયાં છે.
Share your comments