Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શ્રી રાજ કુમાર મુખ્ય સચિવ, ગુજરાત અને UIDAI પ્રાદેશિક કાર્યાલય મુંબઈના શ્રી સુમનેશ જોષી (ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ UIDAI) આધાર ઍક્સેસ માટે સંયુક્ત બેઠક કરી

રાજ્યમાં તમામ વર્ગો અને વયના લોકોમાં આધારના ઉપયોગને પ્રોત્સાહન અને તેના પ્રયાસોના ભાગરૂપે, મુખ્ય સચિવ, ગુજરાત શ્રી રાજ કુમારની અધ્યક્ષતામાં UIDAIની પ્રાદેશિક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી સુમનેશ જોષી, નિયામક શ્રી રાજેશકુમાર ગુપ્તા UIDC સાથે સંકલનથી UID અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન આજે (12-04-2023) ગાંધીનગર ખાતે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rizwan Rashid Shaikh

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા રિજનલ ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી સુમનેશ જોષીએ જણાવ્યું હતું કે તમામ ભારતીય લોકોએ તેમના દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ અને જેમણે દસ વર્ષ પહેલાં આધાર જારી કર્યો હતો અને આજ સુધી અપડેટ કર્યો નથી, તેવા નાગરિકોએ હવે તેમના આધાર અપડેટ કરવાના રહેશે. ખાસ કરીને 14 જૂન સુધી આધાર કાર્ડ ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ નિઃશુલ્ક થઈ શકશે.

મુખ્ય સચિવે કહ્યું કે રાજ્યમાં દરેક 05 કિલોમીટરના અંતરે નાગરિકો માટે એક આધાર કેન્દ્રની વ્યવસ્થા કરવી જોઈએ.

AAI ગુજરાત કાર્યાલયના ડાયરેક્ટર શ્રી રાજેશ કુમાર ગુપ્તાએ ગત વર્ષે આધાર ક્ષેત્રે કરેલી કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ બેઠકમાં GAD, DST, આરોગ્ય, શિક્ષણ, પંચાયત, મહિલા અને બાળ વિકાસ, ઈન્ડિયા પોસ્ટ વગેરે વિભાગોના સૌથી વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : PM મોદીએ રાજસ્થાનને આપી વંદે ભારત ટ્રેનની ભેટ

Share your comments

Subscribe Magazine

More on News

More