દેશમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયો છે અને આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણીના પરિણામો પહેલા અને દેશમાં નવી સરકાર ઘડવાથી 24 કલાક પહેલા લોકોને મોંઘવારીનો બેવડો ફટકો વાગ્યો છે. સોમાવારે 3 જૂનના સૂર્ય જેવી રીતે ઉગ્યો તેવી રીતે તેઓ લોકોના ખિસ્સા કાપી લીધું. એટલે કે સોમવારની શરૂઆત અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાના વધારો સાથે થઈ હતી. તો હવે બપોર સુધીમાં મધર ડેયરી પણ લોકોના ખિસ્સા કાપવાની જાહેરાત કરી દીધી છે. મધર ડેયરી પણ અમૂલની જેમ પોતાના દૂધના ભાવમાં વધારો કરી દીઘું છે.
મઘર ડેયરી કેટલા વધારો કર્યો
અમૂલની જેમ મધર ડેયરી પણ પોતાના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વાધારો કર્યો છે. મધર ડેયરીએ પોતાના તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાના વધારો કરીને લોકોના દલડા પર બેવડો ફટકો માર્યો છે. તે પણ ત્યારે જ્યારે તેઓ અમૂલના ભાવ વધારાને લઈને ચિંતામાં મુકાઈ ગયા હતા. જણાવી દઈએ મધર ડેયરી દ્વારા વધારવામાં આવેલ કિંમત આજે રાતથી અમલમાં મુકાઈ દેવામાં આવશે.
જાણી લો નવી કિંમત
મધર ડેયરી દ્વારા વધારવામાં આવેલ ભાવ પછી હવે તેનું મધર ડેયરી બલ્ક વેંડિડ મિલ્ક(ટોકન દૂધ) નું ભાવ રૂં 52થી વધારીને 54 કરી દેવામાં આવ્યું છે. આવી રીતે તેના ટોન્ડ મિલ્ક 54 રૂપિયાની જગ્યા 56 રૂપિયામાં,ગાયનું દૂધ 56 રૂપિયાની જગ્યા 58 રૂપિયામાં, ફૂલ ક્રીમ મિલ્ક 66 રૂપિયાની જગ્યા 68 રૂપિયામાં, ભેંસનું દૂધ 70 ની જ્યાએ 72 રૂપિયામાં અને ડબલ ટોન્ડ મિલ્ક (લિવર લાઈટ) 48 રૂપિયાની જગ્યા 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.
ઉનાળમાં દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો
પ્રાપ્ત એહેવાલો મુજબ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ રીતે, ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો થાય છે તો તેના કારણે ખેડૂતો અને સહરકારી સંસ્થાઓ પર ભારે દબાણ આવે છે. આ તમામ બાબાતોને ઘ્યાનમાં રાખીને દૂધ અને દહીંના ભાવમાં વઘારો કરવામાં આવ્યો છે. નોંધણીયે છે કે વિતેલા વર્ષે ફેબ્રુઆરી 2023માં અમૂલ અને મધર ડેયરીએ મુખ્ય બજારોમાં તાજા પાઉચ દૂધના ભાવના વધારો કર્યો નહોતા. આ ભાવ વધારો દૂધની કુલ કામગીરી અને ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Price Increase: અમૂલે વધાર્યા દૂધના ભાવ, આજથી આખા દેશમાં અમૂલ દૂધ મળશે વધરાયેલા ભાવમાં
Share your comments