આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત આરોગ્ય સુવિધા રજિસ્ટ્રી (HFR)માં એક લાખ કરતાં વધારે સરકારી અને ખાનગી આરોગ્ય સંભાળ સુવિધાઓનું સફળતાપૂર્વક ઓનબોર્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ સમગ્ર દેશેમાં ડિજિટલ આરોગ્ય પ્લેટફોર્મ અને સેવાઓને વધુ સારી રીતે અપનાવવામાં આવે તે માટેનો માર્ગ મોકળો કરે છે.
ABDM એ રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી સરકારની એક મુખ્ય યોજના છે. ABDM અંતર્ગત આરોગ્ય સુવિધા રજિસ્ટ્રી (HFR) બનાવવામાં આવી રહી છે જેમાં દેશની આધુનિક અને પરંપરાગત દવાઓની પ્રણાલીઓમાં આરોગ્ય સુવિધાઓનો વ્યાપક સંગ્રહ છે. તેમાં હોસ્પિટલો, ક્લિનિક્સ, નિદાનાત્મક લેબોરેટરીઓ અને ઇમેજિંગ કેન્દ્રો સહિતની જાહેર અને ખાનગી આરોગ્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ABDMનો ઉદ્દેશ એવું અવરોધરહિત ઑનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરવાનો છે જે ડિજિટલ આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમમાં આંતર-પરિચાલનતા સક્ષમ કરશે. ABDM દ્વારા નિર્માણ બ્લૉક અને આંતર-પરિચાલન થઇ શકે તેવા API (એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ) તૈયાર કરવામાં આવ્યા છે જેથી તમામ હિતધારકો એટલે કે, આરોગ્ય સુવિધાઓ, દર્દીઓ અને આરોગ્ય સંભાળ પ્રોફેશનલોને અવરોધરહિત ડિજિટલ આરોગ્ય સંભાળનો અનુભવ પૂરો પાડી શકાય. મુખ્ય નિર્માણ બ્લૉકમાંથી એક આરોગ્ય સુવિધા રજિસ્ટ્રી છે.
HFRના મહત્વ અંગે સમજણ આપતા NHAના CEO ડૉ. આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ એક એવું ભરોસાપાત્ર રાષ્ટ્રીય પ્લેટફોર્મ બનાવવાનો છે જ્યાં દર્દીઓ દેશભરમાં નોંધાયેલા આરોગ્ય સંભાળ પ્રોફેશનલો અને આરોગ્ય સુવિધાઓની વિગતો સરળતાથી મેળવી શકે. અમે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની આરોગ્ય સુવિધાઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોઇ છે જે હવે આ રાષ્ટ્રીય રજિસ્ટ્રીનો એક ભાગ બની ગયા છે. દર્દીઓ આધુનિક દવા (એલોપેથિક), આયુર્વેદ, દંત ચિકિત્સા, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, યુનાની, સિદ્ધ અથવા સોવા રિગ્પા જેવી દવાઓની વિવિધ પ્રણાલીઓમાં નોંધાયેલી સુવિધાઓ માટે સરળતાથી ABDM નેટવર્ક શોધી શકે છે. એવી જ રીતે, અમારી પાસે દર્દીઓ માટે ABHA નંબરો અને ડૉક્ટરો, નર્સો અને પેરામેડિક્સ જેવા વ્યાવસાયિકો માટે આરોગ્ય સંભાળ પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (HPR) છે. આ રાષ્ટ્રીય રજિસ્ટ્રીઓ ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળને સૌના માટે સુલભ અને સસ્તી બનાવવામાં મદદ કરશે.”
આ પણ વાંચો:પરશોત્તમ રૂપાલાએ ભારતની પ્રથમ એનિમલ હેલ્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું
HFRમાં નોંધણી કરાવવાથી વિશ્વસનીય રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આરોગ્ય સુવિધાઓનું લિસ્ટિંગ થઇ શકે છે અને ABDM સુસંગત સૉફ્ટવેર ઉકેલ દ્વારા આરોગ્ય સુવિધાઓ ભારતની ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ સાથે જોડાઇ શકે છે. ટૂંક સમયમાં શરૂ થનારા યુનિફાઇડ હેલ્થ ઇન્ટરફેસ દ્વારા આરોગ્ય સુવિધાઓની શોધમાં સુધારો કરીને આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવા માંગતા નાગરિકોને આનાથી મદદ મળી રહેશે. https://facility.abdm.gov.in/ વેબસાઇટ દ્વારા દ્વારા અથવા હેલ્થ-ટેક પ્લેયર્સ જેવા વિવિધ ઇન્ટિગ્રેટર્સ દ્વારા આરોગ્ય સુવિધાઓની નોંધણી કરાવી શકાય છે.
ચકાસણી કરવામાં આવેલી સુવિધાઓમાંથી, અંદાજે 97% સુવિધાઓ સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. ચકાસણી કરવામાં આવેલી આરોગ્ય સુવિધાઓની સૌથી વધુ સંખ્યા અનુક્રમે ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામમાં છે. HFR હેઠળ ચકાસણી કરવામાં આવેલી/ નોંધણી કરવામાં આવેલી સુવિધાઓ વિશે વધુ માહિતી તેમની માલિકી (જાહેર ક્ષેત્રની અથવા ખાનગી ક્ષેત્રની), દવાઓની પ્રણાલીઓના આધારે અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ અનુસાર પ્રદર્શનના આધારે ABDMના સાર્વજનિક ડેશબોર્ડ https://dashboard.abdm.gov.in/abdm/ પરથી મેળવી શકાય છે. ચાર્ટ્સમાં આ રાષ્ટ્રીય સ્તરની રજિસ્ટ્રીમાં દૈનિક, માસિક અને એકંદરે પ્રગતિમાં જોવા મળતા ટ્રેન્ડ્સ દર્શાવવામાં આવે છે.
રજિસ્ટ્રીમાં રહેલી દરેક આરોગ્ય સુવિધાને એક અનન્ય ઓળખકર્તા આપવામાં આવે છે જેનો ઉપયોગ સમગ્ર ABDM ઇકોસિસ્ટમમાં તે સુવિધાને શોધવા માટે અને આખા દેશમાં આવેલી તમામ ખાનગી તેમજ જાહેર આરોગ્ય સુવિધાઓનો વ્યાપક ડેટા પ્રદાન કરવા માટે થાય છે. આ અનન્ય ઓળખકર્તાનો ઉપયોગ (સંમતિ સાથેના ઍક્સેસ દ્વારા) ABDM સુસંગત સૉફ્ટવેર ઉકેલો જેવા અન્ય એકમો દ્વારા પણ થઇ શકે છે જેથી આવી સુવિધાઓની ઓળખ થઇ શકે, જરૂરી ઉદ્દેશો માટે જરૂરી સુવિધાનો ડેટા મેળવી શકાય અને તેને ઉપયોગમાં લઇ શકાય
આ પણ વાંચો:દરિયાઈ માર્ગે અમેરિકા પહોંચી ભારતીય કેરીઓ, તેને સડવાથી બચાવવા BARCએ કર્યું આ કામ
Share your comments