નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસ(NSO) ખેડૂતોને લઈને એક રિપોર્ટ બાહેર પાડી છે. આ રિપોર્ટમાં કહવામાં આવ્યુ ઠે છે દેશના 50 ટકાથી પણ વધુ ખેડૂત પરિવારો (Farmer Families) દેવાના બોજ હેઠળ દબાયેલા છે.એનએસઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ખેડૂત પરિવારો દ્વારા લેવામાં આવેલી લોનમાંથી 69.9 ટકા લોન બેન્કો, સહકારી અને સરકારી એજન્સીઓ પાસેથી લેવામાં આવી છે.
નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસ(NSO) ખેડૂતોને લઈને એક રિપોર્ટ બાહેર પાડી છે. આ રિપોર્ટમાં કહવામાં આવ્યુ ઠે છે દેશના 50 ટકાથી પણ વધુ ખેડૂત પરિવારો (Farmer Families) દેવાના બોજ હેઠળ દબાયેલા છે.એનએસઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ખેડૂત પરિવારો દ્વારા લેવામાં આવેલી લોનમાંથી 69.9 ટકા લોન બેન્કો, સહકારી અને સરકારી એજન્સીઓ પાસેથી લેવામાં આવી છે. જ્યારે 20.5 ટકા લોન ખેડૂતો દ્વારા શાહુકારો પાસેથી લેવામાં આવ્યા છે.
કૃષિ કાર્ય માટે 57.5 ટકા લોન
રિપોર્ટ મુજબ ખેડૂત પરિવારો દ્વારા લેવામાં આવેલ કુલ લોનમાંથી માત્ર 57.5 ટકા લોન કૃષિ કાર્ય માટે લેવામાં આવી હતી. હકીકતમાં, NSO એ જાન્યુઆરી અને ડિસેમ્બરની વચ્ચે દરેક પરિવાર, તેમની સાથે પશુધનની ખેતીલાયક જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ વર્ષ 2019 માં આ સર્વે કર્યો હતો. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કૃષિ વર્ષ 2018-19 દરમિયાન કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવક રૂપિયા 10, 218 હતી. જ્યાં તેમણે વેતનથી રૂ. 4,063, પાક ઉત્પાદનમાંથી રૂ. 3,798, પશુપાલનથી રૂ. 1,582, બિન-કૃષિ વ્યવસાયમાંથી રૂ .641 અને જમીન ભાડેથી 134 રૂપિયા કમાયા.
દેશમાં ખેડૂત પરિવારોની સંખ્યા 93લાખ
સર્વેમાં એ હકીકત પણ સામે આવી છે કે દેશમાં કૃષિ પરિવારોની કુલ સંખ્યા 93 લાખ છે, જેમાંથી 45.8 ટકા અન્ય પછાત વર્ગના, 15.9 ટકા અનુસૂચિત જાતિના, 14.2 ટકા અનુસૂચિત જનજાતિના અને 24.1 ટકા સવર્ણ જાતિના લોકો છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બિન-કૃષિ પરિવારોની સંખ્યા 7.93 કરોડ છે. એવું પણ જાણવા મળ્યું હતું કે 83. 5 ટકા ગ્રામીણ પરિવારો પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે, જ્યારે માત્ર 0.2 ટકા લોકો પાસે 10 હેક્ટરથી વધુ જમીન છે.
દરમિયાન, અન્ય એક અહેવાલમાં, એનએસઓએ જણાવ્યું હતું કે જ્યારે શહેરી ભારતમાં 22.4 ટકા (27.5 ટકા સ્વ રોજગારી) પરિવારો દેવા હેઠળ છે, ગ્રામીણ ભારતમાં 35 ટકા (40.3 ટકા કૃષિ પરિવારો, 28.2 ટકા બિનખેતી) પરિવારો જેડીમાં છે. અગાઉ એનએસઓ દ્વારા 1971-72, 1981-82, 1992, 2003 અને 2013 માં સમાન સર્વે કરવામાં આવ્યા હતા..
Share your comments