Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા આયોજિત કાયરોકપ્રેકટર કેમ્પમાં 2000થી વધુ લોકોએ સારવાર લીધી

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કાયરોપ્રેકટર કેમ્પ સંપન્ન

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કાયરોપ્રેકટર કેમ્પ સંપન્ન 

chairman of  ksv
chairman of ksv

ગાંધીનગર

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ગાંધીનગર સેક્ટર ૧૨ સિવિલ કેમ્પસ માં સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશન તથા અમેરિકાના વેસ્ટ સાન ફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ. ના સંયુક્ત ઉપક્રમે કાયરોપ્રેકટીક સારવાર કેમ્પનું આયોજન તારીખ ૧૩ થી ૧૫ નવેમ્બર ૨૦૨૨ સુધી કરવામાં આવ્યું હતું.

૨૦૦૦ થી વધુ નાગરિકોઓએ લીધો લાભ

આયોજિત આ ત્રિ-દિવસીય સારવાર કેમ્પમાં ગરદનનો દુખાવો, પીઠ નો દુખાવો, કમરનો દુખાવો, હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તકલીફ ધરાવતા ૨૦૦૦ થી વધુ નાગરિકોઓએ આ નવીનત્તમ  સારવાર પદ્ધતિનો લાભ લીધો હતો. સારવાર અર્થે  અમેકિતા સ્થિત LCCW કાયરોપ્રેકટર કોલેજના ૧૬ નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. 

people received treatment in chiropractor camp organized by Sarva Vidyalaya Kelawani Mandal Kadi
people received treatment in chiropractor camp organized by Sarva Vidyalaya Kelawani Mandal Kadi

કેમ્પના છેલ્લા દિવસે ચેરમેન સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા લાઈફ કાયરોપ્રેકટીક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ.રોન ઓબરસ્ટાઇન સહિત તેમની ટીમને સંસ્થા તરફથી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભાર પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચો:મતદાર જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શનનું ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ.ધવલ પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન

Share your comments

Subscribe Magazine

More on News

More