
શનિવારે 29 માર્ચના રોજ ખેડૂતોને કેંદ્રની નરેંદ્ર મોદી સરકારે મોટી ભેટ આપી છે. શનિવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન ખરીફ 2025 માટે દેશભરમાં પી એન્ડ કે ખાતરો પર પોષણક્ષમ, સબસિડીવાળા અને વાજબી દર નક્કી કરવા માટે રૂ. 37,216.15 કરોડની એનબીએસ સબસિડીને મંજૂરી આપવામાં આવેલ છે. આ મંજૂરીને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિવની વૈષ્ણવે કહ્યું કે વડા પ્રધાન મોદીએ ખેડૂતો પર બોજ ન પડે તેના માટે ડીએપી ની 50 કિલોના બેગની કિંમત દીઠ 1350 રૂપિયા સુનિશ્ચિત કરવા માટે એનબીએસ સબસિડી માટે 37,216.15 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે, આથી કરોડો ખેડૂતોને ફાયદો થશે.
આ નિર્ણયને લઈને વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે કોવિડ પછી ખાતરના ભાવમાં ધણો વધારો થયો છે પરંતુ વડા પ્રધાન નરેંદ્ર મોદીએ તેનો બોજ ખેડૂતો પર ન પડવા દીધો. ડીએપીનો ભાવ પ્રતિ 50 કિલો બેગ 1350 રૂપિયા પર રહે ચે સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકાર 37,215 કરોડ રૂપિયાની સબસિડીનો બોજ ઉઠાવશે પરંતુ ખેડૂતો પર આ બોજ પડવા દેશે નહીં.
ખાતર પોષણક્ષમ ભાવે ઉપલબ્ઘ
2025 ની ખરીફ સિઝન માટે અંદાજપત્રીય જરૂરિયાત લગભગ 37,215.15 કરોડ રૂપિયા હશે. જો કે રવિ સિઝન 2024-25 માટે બજેટની જરૂરિયાત કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધુ છે. ખેડૂતોને સબસિડીવાળા, પોષણક્ષમ અને વાજબી ભાવે ખાતરની ઉપલબ્ઘતા સુનિશ્ચિત કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, યુરિયા,ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા ખાતરો અને ઇનપુટ્સના આંતરરાષ્ટ્રીય ભાવમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને, સરકારે ખરીફ 2025 માટે એનપીકેએસ ગ્રેડ સહિત ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો પર 1.4.25 થી 30.9.25 સુધી અમલમાં આવતા એનબીએસ દરોને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. ખાતર કંપનીઓને સૂચિત દરે સબસિડી આપવામાં આવશે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ઘ કરાવી શકાય.
ખેડૂતનો ખર્ચો થશે અડદો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતા સબિસિડીના નિર્ણયને ખૂબ જ મોટો નિર્ણય ગણાવ્યું અને કહ્યું કે તેથી કરોડો ખેડૂતોને ફાયદો થશે. એનબીએસ સબસિડી હેઠળ 28 ગ્રેડના પી અને કે ખાતરો આવરી લેવામાં આવ્યા છે. આ ખાતરોના ભાવ ખાતર ઉત્પાદક કંપનીઓ અને આયાતકારો દ્વારા પોષણક્ષમ કરે છે. ખરીફ 2025 માં, 180 લાખ મેટ્રિક ટન પી એન્ડ કે ખાતરની જરૂર પડશે, જેના માટે સરકાર રૂ, 37,216.15 કરોડની સબસિડીની ફાળવણી કરી છે. બીજો એક મોટો નિર્ણય કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને લઈને પણ જણાવ્યું, તેઓ કહ્યું કે આ યોજના હેઠળ બિહાર-કોસી મેચી આંતર-રાજ્ય લિંક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવશે. આ નદી જોડાણ પ્રોજેક્ટથી બિહારના ખેડૂતોને પુષ્કળ સિંચાઈ અને આર્થિક લાભ થશે અને તેમાં મહત્વપૂર્ણ આપત્તિ વ્યવસ્થાપ પગલા પણ સામેલ થશે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 6,282.32 કરોડ આવશે.
Share your comments