Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મહિલા દિવસના અવસર પર મોદી સરકારની મોટી ભેટ, રાંધણ ગેસના ભાવમાં થયો ઘટાડો

ટૂંક સમયમાં ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેશે. એવું જાણવા મળ્યું છે કે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણી પંચે દેશમાં નવી સરકાર ઘડવા માટે થવા વાળી ચૂંટણીની જાહેરાત કરી દેશે. તેથી પહેલા કેન્દ્રની નરેંદ્ર મોદી સરકારે મહિલા દિવસના અવસર પર ગૃહણીઓને મોટી ભેટ આપી છે. કહેવાય છે કે મહિલા મતદાતા નરેંદ્ર મોદીની સાઈલેન્ટ વોટર છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રાંઘણ ગેસના ભાવ થયો ઘટાડો
રાંઘણ ગેસના ભાવ થયો ઘટાડો

ટૂંક સમયમાં ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેશે. એવું જાણવા મળ્યું છે કે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણી પંચે દેશમાં નવી સરકાર ઘડવા માટે થવા વાળી ચૂંટણીની જાહેરાત કરી દેશે. તેથી પહેલા કેન્દ્રની નરેંદ્ર મોદી સરકારે મહિલા દિવસના અવસર પર ગૃહણીઓને મોટી ભેટ આપી છે. કહેવાય છે કે મહિલા મતદાતા નરેંદ્ર મોદીની સાઈલેન્ટ વોટર છે. જેને ખુશ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યું છે. જો આપણે નિર્ણયની વાત કરીએ તો કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટા ઘટાડો કર્યો છે અને મહિલા દિવસના અવસર પર મહિલાઓને મોટી ભેટ આપી છે.

પીએમ મોદી ટ્વીટ કરીને આપી માહિતી

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે મહિલા દિવસના અવસર પર દેશની કરોડો બેહનો માટે સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. પીએમ મોદી પોતાના ટ્વીટમાં લખીને જણાવ્યુ કે, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડર એટલે કે રાંધણ ગેસના ભાવમાં 100 રૂપિયાની છુટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. તેનાતી નારી શક્તિનું જીવન સરળ બનશે. એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે.

પીએમ મોદી પોતાના ટ્વીટમાં આગળ લખ્યો કે  આ પગલું પર્યાવરણ સરંક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે, વડા પ્રધાને સોશલ મીડિયા પ્લેર્ટફોર્મ પર પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે અને મહિલાઓના હિતમાં આ પગલાં લેવાની વાત કરી છે.

હવે કયા શહેરમાં કેટલાનું મળશે રાંધણ ગેસનું બાટલો

પીએમના આ નિર્ણય પછી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કેમ કે ઓગસ્ટ 2023 પછી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યું છે. તેથી પહેલા સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનું ઘટાડો કરવામાં આવ્યો હતો અને આજે ફરીથી કેન્દ્ર સરકાર લોકોને મોટી ભેટ આપતા તેના ભાવમાં 100 રૂપિયાનું ઘટાડો કર્યો છે. જો આપણે જુદા-જુદા શહેરમાં સિલિન્ડરના નવા ભાવની વાત કરીએ તો પાટનગર દિલ્લીમાં હવે રાંધણ ગેસના ભાવ 902 રૂપિયાથી ઘટીને 802 થઈ ગયા છે. આવી જ રીતે હવે અમદાવાદિયોને રાંધણ ગેસ 810 રૂપિયામાં મળશે. બીજા શહેરો જેમ કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં હવે રાંઘણ ગેસના ભાવ ઘટીને 802.50, 918.50 અને 818.50 રૂપિયા થઈ ગયા છે.

ઉજ્જવલા યોજનાની સબસિડીમાં પણ વધારો

રાંધણ ગેસના ભાવનાં 100 રૂપિયાના ઘટાડા સાથે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મળતી સબસિડીને પણ વધારી દીધી છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં 200ની જગ્યાએ 300 રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. મહિલા દિવસન અવસર પર લેવામાં આવેલ આટલા મોટા નિર્ણયથી ચારો કોરે ખુશીઓ વેંહચાઈ ગઈ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More