Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આ રીતે થાય છે લસણની આધુનિક ખેતી, મબલખ ઉત્પાદન મેળવી શકાય છે

લસણ એક મસાલાવાળો પાક છે. મુખ્યત્વે તેની ખેતી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં કરવામાં આવે છે. લસણની ખેતી હવે મોટા વ્યાપાર સ્વરૂપમાં વિકસિત થવા લાગી છે.

KJ Staff
KJ Staff

લસણ એક મસાલાવાળો પાક છે. મુખ્યત્વે તેની ખેતી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં કરવામાં આવે છે. લસણની ખેતી હવે મોટા વ્યાપાર સ્વરૂપમાં વિકસિત થવા લાગી છે. લસણનો ઉપયોગ શાકભાજી ઉપરાંત દવાઓમાં પણ કરવામાં આવે છે. લસણની ખેતી કરી આપણા ખેડૂતભાઈ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જોકે આપણા અનેક ખેડૂતભાઈઓને ખેતીના સમયને લઈ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખેતી માટે ઉપયુક્ત સમય

લસણની ખેતી માટે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનો અનુકૂળ હોય છે. આ મહિનામાં લસણના કંદ નિર્માણ વધારે સારું થાય છે. લસણની ખેતી ન વધારે ગરમ અને ન વધારે ઠંડીમાં થઈ શકે છે.

લસણની ઉન્નત જાત

જો લસણની ઉન્નત જાતોની વાત કરીએ તો તેમા એગ્રીફાઉન્ડ વાઈટ (જી.41), યમુના વાઈટ (જી.1), યમુના વાઈટ (જી.50), જી.282, એગ્રીફાઉન્ડ પાર્વતી (જી.313) અને એચ.જી.1 જેવા નામ પહેલા આવે છે. જ્યારે ગોદાવરી, શ્વેતા, ભીમા ઓમેરી પણ ઉન્નત જાતો છે.

બિયારણ અને વાવેતર

લસણના વાવેતર માટે સ્વસ્થ અને મોટા આકારની શલ્ક કળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બીજનો ઉપયોગ 5-6 ક્વિન્ટલ/હેક્ટર કરવી જોઈએ, સીધી શલ્ક કળીઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વાવેતર અગાઉ કળીઓને અનુશંસિત કીટનાશક ઉપચાર કરવો જોઈએ. લસણનું વાવેતર કૂંડોમાં, છટકાવ અથવા ડિબલિંગ વિધિથી કરવામાં આવે છે. કળીઓને 5-7 સેમી ગહેરાઈમાં ખાડો ગાળી સામાન્ય માટીથી ઢાકી દેવી જોઈએ. કળીના પાતળા ભાગને ઉપર રાખો, વાવેતર કરતી વખતે કળીઓથી કળીઓનું અંતર 8 સેમી અને હરોળનું અંતર 15 સેમી રાખવું યોગ્ય છે. મોટા ક્ષેત્રમાં પાકના વાવેતર કરવા માટે ગાર્લિક પ્લાન્ટરનો ઉપયોગ કરી શકાય છે.

ખાતર અને પોષક તત્વ

લસણને ખાતર અને પોષક તત્વ વધારે પ્રમાણમાં જરૂર હોય છે. માટે માટીની સારી રીતે તપાસ કરી કોઈ પણ ખાતર અને પોષક તત્વનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ઓછા પ્રમાણમાં ખાતર અને પોષક તત્વથી બચાવવું જોઈએ.

લસણની સિંચાઈ

લસણનું વાવેતર બાદ પહેલી સિંચાઈ કરવી જોઈએ, ત્યારબાદ 10થી 15 દિવસ બાદ સિંચાઈ કરો. ગરમીના મહિનામાં  પ્રત્યેક સપ્તાહ આ સિંચાઈ કરો. જ્યારે તેની કળી મૂળનું નિર્માણ થાય છે. યોગ્ય સમયે સિંચાઈ કરી લેવી જોઈએ.

લસણની ઉપજ

જો આપણા ખેડૂતભાઈ લસણની ખેતી દર્શાવેલ વિધિથી કરશે તો તેમની ઉપજ પ્રતિ હેક્ટર 100થી 200 ક્વિન્ટલ સુધી હોઈ શકે છે. અમારા ખેડૂતભાઈ આ ઉપજને વેચી ખેતીને આગળ વધારવા ઉપરાંત અન્ય કાર્ય પણ કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More