Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પંચાયતી રાજ મંત્રાલય અને ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા આણંદ (IRMA), ગુજરાત આજે આણંદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરશે

એમઓયુનો હેતુ સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs)ની ક્ષમતા નિર્માણને મજબૂત કરવાનો છે.IRMA ટકાઉ વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ અને PRI સંબંધિત અન્ય બાબતોમાં નીતિગત હસ્તક્ષેપ માટે MoPRને ઇનપુટ્સ પ્રદાન કરશે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
IRMA
IRMA

એમઓયુનો હેતુ સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs)ની ક્ષમતા નિર્માણને મજબૂત કરવાનો છે.

IRMA ટકાઉ વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ અને PRI સંબંધિત અન્ય બાબતોમાં નીતિગત હસ્તક્ષેપ માટે MoPRને ઇનપુટ્સ પ્રદાન કરશે

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય (MoPR) અને ગુજરાતની ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા- આણંદ (IRMA) દ્વારા 14 સપ્ટેમ્બર, 2022ના રોજ આણંદમાં આવેલા IRMA કેમ્પસની અંદર બહુલક્ષી હોલ ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ MoU કરવા પાછળનો મૂળ ઉદ્દેશ, સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓના મજબૂતીકરણ અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવું અને એક એવું માળખું સ્થાપિત કરવું કે જેની અંતર્ગત પંચાયતીરાજ સંસ્થાઓ (PRI) દ્વારા દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો (LSDG)ના સ્થાનિકીકરણ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજનના ક્ષેત્રમાં MoPR અને IRMA દ્વારા સહયોગ કરી શકાય.

આ MoU બંને વચ્ચે ઘનિષ્ઠ સહયોગની સુવિધા પૂરી પાડશે અને એક એવું વ્યવસ્થાતંત્ર પૂરું પાડવાની વિભાવના ધરાવે છે જેના દ્વારા MoPR અને IRMA સાથે મળીને LSDG સાથે મોડેલ ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP)ના જોડાણની તૈયારીમાં આવતા અંતરાયને દૂર કરવા માટે અને સંભવિત ઉકેલો શોધવા માટે કામ કરશે. આ MoU GPDP સાથે લિંક કરીને LSDGની 9 થીમને પાયાના સ્તરે લાવવા માટે MoPR અને IRMA વચ્ચે સહયોગ વિકસાવવાની વિભાવના કરે છે. આ MoU ગ્રામ્ય ફિલ્ડવર્ક વિભાગ (VFS)નો શ્રેષ્ઠ લાભ લેવા માંગે છે, જે IRMAના વિદ્યાર્થીઓને ગ્રામીણ વ્યવસ્થાપન પ્રવૃત્તિઓની વ્યાપક શ્રેણીમાં સક્રિયપણે સામેલ કરે છે અને તેના પરિણામે તેમના શિક્ષણ તેમજ ગ્રામીણ અર્થવ્યવસ્થા, સમાજ, રાજનીતિ અને ગ્રામીણ સમુદાયોની ચિંતાને લગતી બાબતોમાં તેમના એક્સપોઝરનો અવકાશ વધુ વ્યાપક બને છે. ગ્રામ્ય ફિલ્ડવર્ક ઘટક, સહભાગીઓને ગ્રામીણ વાસ્તવિકતાઓનો પરિચય કરાવે છે, તેમને આ વાસ્તવિકતાઓનો એક હિસ્સો બનાવે છે અને તેમને પોતાના વિગતવાર ગ્રામ્ય વિકાસ અહેવાલો (VDR) તૈયાર કરવામાં મદદ કરે છે. આ MoU અનુસાર, IRMA દ્વારા તેમના વિદ્યાર્થીઓ/ઈન્ટર્નની મદદથી તેમજ જે પ્રકારે અને જ્યારે LSDG અને અન્ય PRI સંબંધિત બાબતોમાં નીતિવિષયક દરમિયાનગીરીઓ માટે જરૂર હોય ત્યારે ફીલ્ડ અનુભવના આધારે MoPRને ઇનપુટ્સ પૂરા પાડવામાં આવશે.

ગુજરાતમાં IRMA ખાતે MoU પર હસ્તાક્ષર માટે યોજવામાં આવનારા સમારંભના અવસરે, પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી સુનિલ કુમાર મુખ્ય વક્તવ્ય આપશે અને પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી રેખા યાદવ, વિવિધ હિતધારકો સાથે સંકલન પર SDGના સ્થાનિકીકરણ પર વિહંગાવલોકન શેર કરશે. IRMAના ડાયરેક્ટર . ઉમાકાંત દાશ, આ પ્રસંગે MoPR અને IRMA વચ્ચેના સહયોગ વિશે વાત કરશે.

પંચાયતી રાજ મંત્રાલય (MoPR) અને ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા- આણંદ (IRMA) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર સમારંભ દરમિયાન, IRMA ખાતે ગ્રામ્ય ફિલ્ડવર્ક વિભાગના ચેર, પ્રો. હિપ્પુ સાલ્ક ક્રિસ્ટ્લે, IRMA ખાતે ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટ ચેર, પ્રો. આશિક અગ્રાડે દ્વારા MoPR ના યંગ ફેલોને હેન્ડહોલ્ડિંગ સહકાર અને થીમેટિક GPDPની તૈયારી માટે ગ્રામ પંચાયતોમાં PGDM વિદ્યાર્થીઓને એકીકૃત કરવાની IRMAની વ્યૂહરચના રજૂ કરવામાં આવશે. પ્રો. વિવેક પાંડે અને પ્રો. સત્યેન્દ્ર સી. પાંડે દ્વારા ભારતની અર્થવ્યવસ્થા અને આજીવિકાના પરિદૃશ્યને બદલવા માટેના દીર્ઘકાલિન મોડલો તૈયાર માટે, ગ્રામીણ સમુદાયોને સાંકળી લે તેવા કાર્યક્રમો બનાવવા માટે IRMA ની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે, PGDM વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો વચ્ચે સંવાદ થશે જેથી તેઓ આ જોડાણની આંતરિક બાબતો વિશે સમજણ કેળવી શકે જેમાં ખાસ કરીને LSDG અને GPDP પર ધ્યાન કેન્દ્રિત કરીને આવા સંવાદનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો:કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને ફોર્ટિફાઇડ ચોખાના ફાયદાઓ વિશે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવા નિર્દેશ

Share your comments

Subscribe Magazine

More on News

More