Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Millet Festival: સરકાર દ્વારા મિલેટ મહોત્સવ શરૂ કરવા છતાં કેમ ઘટી રહ્યું છે ઉત્પાદન, સર્વેમાં સામે આવી ચોકંવારી વાતો

દેશના બરછટ અનાજ જેમ કે બાજરી માટે કેન્દ્રની મોદી સરકારે વિતેલા વર્ષે મિલેટ મહોત્સવની શરૂઆત કરી હતી, જેથી દેશના બાજરી તેમ જ બરછટ અનાજને આંતરરાષ્ટ્રીય ઓળખાણ મળી શકાય અને દેશના ખેડૂતોએ તેનું વધુમાં વઘુ ઉત્પાદન કરીને પોતાની આવકમાં વઘારો કરી શકાય.

Amansinh Jadeja
Amansinh Jadeja

દેશના બરછટ અનાજ જેમ કે બાજરી માટે કેન્દ્રની મોદી સરકારે વિતેલા વર્ષે મિલેટ મહોત્સવની શરૂઆત કરી હતી, જેથી દેશના બાજરી તેમ જ બરછટ અનાજને આંતરરાષ્ટ્રીય ઓળખાણ મળી શકાય અને દેશના ખેડૂતોએ તેનું વધુમાં વઘુ ઉત્પાદન કરીને પોતાની આવકમાં વઘારો કરી શકાય. પરંતુ હવે જેમ જેમ મિલેટ મહોત્સવ પોતાના એક વર્ષ પૂરું કરી રહ્યો છે, તેમ તેમ ખેડૂતોનો બાજરી પ્રત્યે થયું મોહ પણ ભંગ થઈ રહ્યું છે. વાત જાણો એમ છે કે દેશમાં બાજરીના ઉત્પાદનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યું હતું, આ સર્વે મુજબ જાણવામાં મળ્યું છે કે વિતેલા વર્ષની સરખામણીય આ વર્ષે ખેડૂતોએ બાજરનીનું ઓછું ઉત્પાદન કર્યો છે, જ્યારે આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે મોટા પાચે ખેડૂતોએ બાજરી અને બીજા બરછટ અનાજનું ઉત્પાદન કરવા માંડ્યા હતા, પરંતુ હવે ફરીથી ખેડૂતોએ તેનું ઉત્પાદન ઓછું કરી દીધું છે.  

શું કહે છે કૃષિ મંત્રાલયનું સર્વે રિપોર્ટ?

બાજરીની ખેતીને લઈને હાથ ધરવામાં આવેલ સર્વે પછી કૃષિ મંત્રાલયએ રિપોર્ટ જાહેર કરી છે. આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં બરછટ અનાજ એટલે કે બાજરીના વાવેતરના વિસ્તારમાં 11.20 લાખ હેક્ટરનો રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. આવું શા માટે થયું તેને લઈને પણ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ બાજરીને દેશ-વિદેશમાં ઓળખાણ અપાવવા માટે આખું વર્ષ ચાલેલી ઉજવણીમાં કૃષિ મંત્રાલય ખેડૂતોના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરતું રહ્યું અને ક્યારેક રાજકારણીઓને તો ક્યારેક નોકરિયાતોને બાજરીમાંથી બનાવેલી વાનગીઓની પાર્ટીઓ આપતું રહ્યું. પરંતુ, ખેડૂત આ સમગ્ર ઉજવણીથી દૂર રહ્યો, જેના કારણે આ બધુ થયું છે.

ખેડૂતો પાસેથી એમએસપી પર નથી ખરીદવામાં આવ્યું અનાજ

ખેડૂતો પાસેથી MSP પર પણ અનાજ ખરીદવામાં આવ્યું નથી. દેશમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક રાજસ્થાનમાંથી બાજરીનો એક દાણો પણ એમએસપી પર ખરીદાયો નથી. આવી સ્થિતિમાં તેનો વિસ્તાર કેવી રીતે વધશે? શું માત્ર બરછટ અનાજમાંથી બનેલી વાનગીઓની પાર્ટી ફેંકવાથી ખેડૂતોને ફાયદો થશે? વાસ્તવમાં, ખેડૂતોને ત્યારે જ ફાયદો થશે જ્યારે MSP અથવા ઊંચા ભાવે ઉત્પાદનની ખરીદીની ખાતરી આપવામાં આવશે. નહિંતર, જે સ્થિતિ કઠોળ અને તેલીબિયાંની થઈ છે તેવી જ સ્થિતિ બરછટ અનાજની પણ થશે.

બાજરીના વિસ્તારમાં ઘટાડો નોંઘાયો

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે એટલે કે 19 જુલાઈ 2024 સુધી સમગ્ર દેશમાં 123.72 લાખ હેક્ટરમાં બરછટ અનાજનું વાવેતર થયું છે, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 134.91 લાખ હેક્ટરમાં બરછટ અનાજનું વાવેતર થયું હતું. બાજરીના વાવેતરમાં સૌથી વધુ ઘટાડો 15.90 લાખ હેક્ટરમાં નોંધાયો છે. તેનું કારણ માત્ર એટલું જ છે કે સરકાર દર વર્ષે તેની MSP જાહેર કરે છે પરંતુ તેની ખરીદી કરતી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોએ વેપારીઓને નકામા ભાવે વેચવું પડે છે.

ખરીદી અંગેનું વલણ બદલાયું નથી

ભારતની પહેલ પર, સમગ્ર વિશ્વએ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવ્યું. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) એ 7 ડિસેમ્બર 2022 ના રોજ ઇટાલીની રાજધાની રોમમાં આયોજિત એક કાર્યક્રમ દ્વારા 'આંતરરાષ્ટ્રીય વર્ષ મિલટ્સ-2023' ની શરૂઆત કરી હતી. ભારતે તેની સંબંધિત પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે FAOને 5,00,000 યુએસ ડોલર આપ્યા હતા. આપણા દેશમાં પણ મિલેટ યરના નામે કરોડો રૂપિયા ખર્ચાયા. 

શા માટે શરૂ કરવામાં આવ્યું હતુ મહોત્સવ

હકીકતમાં, મિલેટ યર દ્વારા, ભારતે સારા સ્વાસ્થ્ય માટે સમગ્ર વિશ્વને પૌષ્ટિક ખોરાક અને પર્યાવરણને અનુકૂળ ખેતીનો સંદેશ આપ્યો. કારણ કે બરછટ અનાજની ખેતીમાં બહુ ઓછા પાણીની જરૂર પડે છે. જો કે, ભારતીય ખેડૂતોને આ ઉજવણીનો વધુ લાભ મળ્યો નથી. કારણ કે MSP પર આ અનાજની ખરીદીને લઈને સરકારનું વલણ બદલાયું નથી. એમએસપી જાહેર કરવામાં આવી હતી પરંતુ ખરીદી માત્ર નામ પર હતી. પરિણામ એ છે કે બરછટ અનાજનો વિસ્તાર વધવાને બદલે હવે ઘટી રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More