Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Micronutrients: ખેતીવાડીમાં વિવિધ પાકોમાં સુક્ષ્મ

સુક્ષ્મ

KJ Staff
KJ Staff
પાકોમાં સુક્ષ્મ
પાકોમાં સુક્ષ્મ

વર્તમાન સમયમાં જળ, જમીન તેમજ પર્યાવરણ જાળવણીની ખૂબ જ જરૂરીયાત છે. જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરીય છે. પાકની સંપુર્ણ અને સંતોષકારક વૃદ્ધિ માટે કુલ ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તે પૈકી ગંધક, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ગૌત તત્વોમાં તથા લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, કલોરાઈડ અને મોલીબ્ડેનમનો સમાવેશ સુક્ષ્મતત્વોમાં થાય છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોની જમીનમાં ગંધક, જસત અને લોહની સરેરાશ ઉણપ અનુક્રમે ૪૦-પ૦, રપ-૩૦ અને ૧પ-ર૦ ટકા જેટલી જોવા મળે છે. દરેક પ્રકારના છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ઉપર દર્શાવેલ બધા જ આવશ્યક પોષક તત્વોની જરૂરીયાત રહે છે. કૃષિ ઉત્પાદનમાં કુલ ખર્ચના આશરે ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તેથી તેનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે ઘણું અગત્યનું છે. ખાસ કરીને વર્તમાન સંજોગોમાં સુક્ષ્મતત્વોનાં ઉપયોગ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જયારે આ પોષકતત્વોથી જરા પણ ઓછું નથી, કારણ કે આવશ્યક તત્વની ખાસિયત પ્રમાણે, એક પણ સુક્ષ્મ તત્વની ખામીથી છોડનો વિકાસ રુંધાય છે, વૃદ્ધિ અટકે છે અને ઉતારો ઘટે છે. સુક્ષ્મ તત્વ અનેકવિધ કાર્યમાં સંકલિત હોવા ઉપરાંત ઉત્સેચક કિ્રયામાં અગત્યનો ભાગ ભજવે છે. જમીનમાં તે તત્વની અછત ઉભી થતાં સુલભ્યતા ઘટે છે અને છોડની દેહધાર્મિક પ્રકિ્રયામાં વિક્ષોપ પડતાં તેની ઉણપના વિશિષ્ટ ચિહનો પ્રદર્શિત થાય છે અને પરિણામ સ્વરૂપ પાકનો ઉતારો ઘટે છે.

સુક્ષ્મતત્વોની પુર્તિ મોટા ભાગે ખાતરની અશુદ્ધિ રૂપે અથવા સેન્દ્રિય પદાર્થે જમીનમાં ભળવાથી થતી હોય છે. પરંતુ તેનું પ્રમાણ છોડ ધ્વારા જમીનમાં થતા ઉપાડને ધ્યાનમાં લેતાં મોટા ભાગે અપૂરતું હોય છે. આથી ઘનિષ્ઠ ખેતી પધ્ધતિમાં સારી ગુણવતા અને મહતમ ઉત્પાદન મેળવવા માટે સુક્ષ્મતત્વોની પુર્તિ રાસાયણિક ખાતરના રૂપમાં કરવી જરૂરી બને છે. જો જરૂરી પોષકતત્વો સમયસર અને પૂરતી માત્રામાં મળી ન રહે તો ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને તેની ગુણવતાને પણ અસર થાય છે. આમ, ગૌણ અને સુક્ષ્મ તત્વોની ઉણપ ધીરે ધીરે વિસ્તરતી જાય છે ત્યારે ખેડૂતોને આ પોષક તત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાનિક સમજ તથા સાચુ માર્ગદર્શન મળી રહે તે ખૂબ જ જરૂરી બને છે.

આ પણ વાંચો : Fenugreek: મેથીના સેવનના છે આવા અનેક લાભ, અનેક રોગોથી બચાવે છે

સુક્ષ્મતત્વોના મુખ્ય કાર્યો:

ટકાઉ ખેતી માટે સુક્ષ્મતત્વો ખૂબ જ મહત્વના હોય છે. તેઓ (અ) છોડમાં થતી ચયાપચય (દેહધાર્મિક) તેમજ ઉત્સેચકની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. (બ) હરિતકણ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડના બંધારણમાં જરૂરી છે. (ક) નાઈટ્રોજનના સ્થીરીકરણમાં મદદરૂપ થાય છે. (ડ) ટકાઉ ખેતી માટે તથા ઉત્પાદનની ક્ષમતા વધારવા જરૂરી છે. (ઈ) પાણીની અછત તથા રોગ સામે પ્રતિકારક શકિત વધારે છે. વનસ્પતતિના વૃદ્ધિ અને વિકાસમાં સુક્ષ્મતત્વોનો ફાળો રહેલો છે. અગત્યના સુક્ષ્મતત્વોના વિવિધ કાર્યો નીચે પ્રમાણે છે :

છોડમાં સુક્ષ્મતત્વોનાં અગત્યનાં કાર્યો :

લોહ :

હરિતકણના ઉત્પાદનમાં અને પ્રકાશ-સંશ્લેષ્ણની કિ્રયામાં જરૂરી છે.

છોડને અન્ય તત્વોના ઉપાડ કરવામાં મદદ કરે છે.

પાકની વૃદ્ધિ અને ફલિનીકરણની પ્રકિ્રયા સાથે સંકળાયેલ છે.

પ્રોટીનના સંશ્લેષ્ણમાં ઉપયોગી છે.

મેંગેનીઝ :

હરિતકણોના બંધારણમાં ખૂબ જ અગત્યનું છે.

છોડની જૈવ રાસાયણિક આંતરિક પ્રકિ્રયામાં ઉપયોગી છે.

જસત :

વનસ્પતિના જીવનરસ માટે ઉપયોગી છે.

કેટલાંક અંતસ્ત્રાવના ઉત્પાદનમાં મદદરૂપ છે.

વનસ્પતિમાં ફલિનીકરણની પ્રકિ્રયામાં ઉપયોગી છે.

છોડના વિકાસમાં ઉત્સેચક તરીકે કામગીરી બજાવે છે.

તાંબુ :

શ્વસનકિ્રયાનું નિયમન કરે છે.

પ્રકાશ-સંશ્લેષ્ણની કિ્રયા માટે જરૂરી છે.

અનાજના દાણાના યોગ્ય વિકાસ માટે મદદરૂપ છે.

બોરોન :

છોડના જૈવિક કોષોના બંધારણમાં ઉપયોગી છે.

નાઈટ્રોજનના ઉપાડ માટે મદદરૂપ થાય છે.

મૂળની વૃદ્ધિ સારી થાય છે.

મોલિબ્ડેનમ :

કઠોળ વર્ગના પાકમાં હવામાંના નાઈટ્રોજનને સ્થીરીકરણ કરવામાં મદદ કરે છે.

 

Share your comments

Subscribe Magazine

More on News

More