Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF સમૃદ્ધ ખેડૂત ઉત્સવ: હાપુડના પ્રગતિશીલ ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત

ખેડૂતોને સન્માનિત કરવાની પહેલના ભાગરૂપે, દેશનું અગ્રણી કૃષિ મીડિયા હાઉસ 'કૃષિ જાગરણ' દેશભરમાં 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024'નું આયોજન કરી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્લેટફોર્મ આપવાનો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
હાપુરમાં યોજાયુ સમૃદ્ધ ખેડૂત ઉત્સવ
હાપુરમાં યોજાયુ સમૃદ્ધ ખેડૂત ઉત્સવ

ખેડૂતોને સન્માનિત કરવાની પહેલના ભાગરૂપે, દેશનું અગ્રણી કૃષિ મીડિયા હાઉસ 'કૃષિ જાગરણ' દેશભરમાં 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024'નું આયોજન કરી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્લેટફોર્મ આપવાનો છે. જેથી ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરી પોતાની આવકમાં વધારો કરી શકે, ખેતીની નવી ટેકનીક સહિત ખેતીને લગતી માહિતી મેળવી શકે અને પોતાના વિચારો પણ શેર કરી શકે.

હાપુડમાં કરવામાં આવ્યું સમૃદ્ધ કિસાન ઉત્સવનું આયોજન

આ ઉપરાંત 'સમૃદ્ધ કિસાન ઉત્સવ' દરમિયાન ખેડૂતોને કૃષિ જાગરણની વિશેષ પહેલ 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડ વિશે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો MFOI વિશે વધુ જાણી શકે. એટલું જ નહીં, 'સમૃદ્ધ કિસાન ઉત્સવ' દરમિયાન ખેતીમાં ઉત્તમ કામગીરી કરનારા કરોડપતિ ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, ઉત્તર પ્રદેશના હાપુડમાં આજે (12 માર્ચ, મંગળવાર) 'સમૃદ્ધ કિસાન ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, હાપુડ ખાતે આયોજિત આ 'સમૃદ્ધ કિસાન ઉત્સવ'માં મહિન્દ્રા ટ્રેક્ટર સહિત કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ઘણી કંપનીઓ, ઘણા કૃષિ નિષ્ણાતો, કૃષિ વિભાગના અધિકારીઓ, કરોડપતિ ખેડૂતો અને ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ દરમિયાન શેરડીમાં રોગ અને જીવાત વ્યવસ્થાપન, બાજરીની ખેતી અને ટ્રેક્ટર ઉદ્યોગમાં નવા સંશોધનો અને ટ્રેક્ટરની જાળવણી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રગતિશીલ ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત

હાપુડમાં આયોજિત 'સમૃદ્ધ કિસાન ઉત્સવ' દરમિયાન, ખેતીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ કરોડપતિ ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુનેન્દ્ર સિંહ, નરેન્દ્ર સિંહ, અનિલ કુમાર, સ્નેહલતા, અર્ચના, જય પ્રકાશ ત્યાગી, અરવિંદ શર્મા, હરીશ યાગી, લોકેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહ, સુરેશ અને અન્ય ઘણા ખેડૂતો સામેલ હતા.

કૃષિ ક્ષેત્ર સાથે સંબધિત કંપનિઓના પ્રતિનિધિઓ રહ્યા હાજર

'સમૃદ્ધ કિસાન ઉત્સવ'માં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ઘણી કંપનીઓના નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમણે ખેતી અને ખેતીને લગતા વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન ડૉ. આશિષ ત્યાગી (વૈજ્ઞાનિક પ્લાન્ટ પ્રોટેક્શન, KVK હાપુર) એ ખેડૂતો સાથે શેરડીમાં રોગ અને જીવાત વ્યવસ્થાપન વિશે માહિતી શેર કરી હતી. ખેડૂતોને મહિન્દ્રા ટ્રેક્ટરની જાળવણી અને ટ્રેક્ટર ઉદ્યોગમાં નવીનતાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ડૉ.નીલમ કુમારીએ ખેડૂતોને મિલેટની ખેતી વિશે, આર.કે. ધુરિયા (વિષય નિષ્ણાત, ધાનુકા એગ્રીટેક લિમિટેડ)એ પાકની સંભાળ વિશે અને ડૉ. વિરેન્દ્ર પાલ ગંગવાર (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કેવીકે વડા)એ ખેડૂતોને બગાયતી પાકો  વિશે માહિતી આપી હતી.

 શું છે એમએફઓઆઈ?

હવે તમે વિચારતા હશો કે આ MFOI શું છે? સરળ ભાષામાં કહીએ તો દેશના લગભગ દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ મોટું વ્યક્તિત્વ છે. જેમની એક ખાસ ઓળખ છે. પરંતુ, જ્યારે ખેડૂતની વાત આવે છે, ત્યારે કેટલાક લોકોને એક જ ચહેરો દેખાય છે, તે છે ખેતરમાં બેઠેલા ગરીબ અને લાચાર માણસ પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આવી નથી. આ મૂંઝવણને સમાપ્ત કરવા માટે કૃષિ જાગરણ દ્વારા 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડ શોની પહેલ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને ફક્ત એક-બે જિલ્લા કે રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળશે. કૃષિ જાગરણની આ પહેલ દેશભરમાંથી કેટલાક અગ્રણી ખેડૂતોને પસંદ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે અને તેમની આસપાસના ખેડૂતો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.

મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ- 2024

'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ-2023'ની સફળતા બાદ હવે કૃષિ જાગરણ બીજી આવૃત્તિ MFOI 2024નું આયોજન કરવા જઈ રહ્યું છે. જેનું આયોજન 1 થી 5 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવશે. જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૃષિ જાગરણ પણ 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' દ્વારા ખેડૂતોને આ અંગે જાગૃત કરી રહ્યું છે. આ યાત્રા દેશના ખૂણે ખૂણે જશે અને ખેડૂતોને MFOI વિશે જાગૃત કરશે અને ખેડૂતો માટેના સૌથી મોટા એવોર્ડ શોમાં આવવાનું આમંત્રણ આપશે. હાલમાં 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ચાલી રહી છે અને આ યાત્રા તમારા શહેર, ગામ અને નગરમાં પણ આવી શકે છે. તેથી, આને લગતી દરેક માહિતી માટે કૃષિ જાગરણ ગુજરાતીની વેબસાઇટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહો. અહીં, તમને ત્વરિત અપડેટ્સ મળશે.

Share your comments

Subscribe Magazine

More on News

More