કૃષિ જાગરણની 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા', STIHL સાથે ભાગીદારીમાં, ભારતના મધ્ય અને પશ્ચિમી પ્રદેશોમાં એક પ્રેરણાદાયી કૃષિ પ્રવાસ પર છે. હવે, યાત્રા મધ્ય પ્રદેશના સતના પહોંચી છે, જ્યાં યાત્રાએ જિલ્લાના નાગોદ ગામ અને એકેએસ યુનિવર્સિટી પર પ્રભાવશાળી છાપ છોડી છે. ઝાંસીની આરએલબી સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીથી શરૂ થયેલી કૃષિ જાગરણની આ યાત્રા હવે સમગ્ર પ્રદેશમાં ખેડૂતોની સમૃદ્ધિ વધારવાના મિશન પર છે.
STHIL ખેડૂતને આપી રહ્યું છે પોતાના ઉપકરણ
તમને જણાવી દઈએ કે 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' દરમિયાન કૃષિ જાગરણની ટીમે મધ્યપ્રદેશના સતનામાં ખેડૂતોને તેમના દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે સન્માનિત કર્યા હતા. તે જ સમયે, STIHL પણ ખેડૂતોમાં તેના ઉત્પાદનોનું વિતરણ કરી રહ્યું છે.
શુ છે યાત્રાનું ઉદ્યેશ્ય
આ રોડ શો ખેડૂતોને એક પ્લેટફોર્મ વિશે માહિતી આપવા માટે સમર્પિત છે જેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર દેશભરના પ્રગતિશીલ કરોડપતિ ખેડૂતોની નોંધપાત્ર સિદ્ધિઓને ઓળખવા અને તેમનો સન્માન કરવાનો છે. આ યાત્રા દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી તકનીકોની તાલિમ પણ આપવામાં આવી રહી છે. જેથી તેમના પાકના ઉત્પદાનમાં વધારો થાય અને તેમની આવક પણ બમણી થઈ શકે.
પ્રગતિશીલ ખેડૂતો થકી બીજાને ખેડૂતોને મળે છે પ્રેરણા
MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ખેડૂતોને સશક્તિકરણ અને ગ્રામીણ ભારતને પુનર્જીવિત કરવાના સામૂહિક વિઝનને મૂર્ત બનાવે છે. વધુમાં, આ યાત્રા માત્ર પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની ગાથાઓ જ ઉજવતી નથી પરંતુ અન્ય ખેડૂતોને પણ પ્રગતિશીલ ખેડૂતોની વાર્તા થકી ખેતીમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. જેમ જેમ યાત્રા આગળ વધે છે તેમ તેમ, 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ગ્રામીણ સમુદાયોના ઉત્થાનકૃષિ નવીનીકરણને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રની વૃદ્ધિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપનારા અવિશ્વસનીય નાયકોનું સન્માન કરવાના તેના મિશનમાં અડગ રહે છે.
Share your comments