Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા: મહિલા ખેડૂતોનુું કરવામાં આવ્યું બહુમાન, સ્ટીલના ઉપકરણની અપાઈ તાલીમ

છેલ્લા 27 વર્ષથી કૃષિ જાગરણે ખેતીના ક્ષેત્રમાં નવીન અને ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. ખેડૂતોના વિકાસ માટે વધુ કામગીરી કરવા અને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરીને અને તેમનું કામ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટ્રસ દ્વારા ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બરમાં 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'નું આયોજન કર્યો હતો.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોનવાડા ગામના મહિલા ખેડૂત
સોનવાડા ગામના મહિલા ખેડૂત

છેલ્લા 27 વર્ષથી કૃષિ જાગરણે ખેતીના ક્ષેત્રમાં નવીન અને ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. ખેડૂતોના વિકાસ માટે વધુ કામગીરી કરવા અને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરીને અને તેમનું કામ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટ્રસ દ્વારા ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બરમાં 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'નું આયોજન કર્યો હતો. જેમાં પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા. હવે એજ આયોજન ડિસેમ્બર 2024 માં પણ કરવાની ઇચ્છા સાથે  સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. અત્યારે તે યાત્રા આપણા ગુજરાતમાં ફરી રહી છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે હવે 15 જૂન 2024 સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

મહિલા ખેડૂતોને અપાઈ સ્ટીલના ઉપકરણોની ટ્રેનિંગ
મહિલા ખેડૂતોને અપાઈ સ્ટીલના ઉપકરણોની ટ્રેનિંગ

મહિલા ખેડૂતોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આજે એટલે કે 10 જૂનના રોજ આવી પહોંચી હતી વલસાડ જિલ્લાની વલસાડ તાલુકા ખાતે આવેલ ગામ સોનવાડામાં, જ્યાં ગ્રામ સેવક કિન્નરી બેનના નેતૃત્વમાં ગામની મહિલાઓ તેમ જ સોનવાડા ગ્રામ પંચાયત દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન કિન્નરીબેનથી આમારી ટીમે ગામની સમસ્યાઓ જાણવાણું પ્રયાસ કર્યો હતો. તે પછી ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂતોનું કૃષિ જાગરણની ટીમ દ્વારા બહુમાન પણ કરવામાં આવ્યા હતા તેમ જ તેઓને સ્ટીલના નવા ઉપકરણો વિશે જણાવાના સાથે તેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓને MFOI, VVIF શું છે, તેને લઈનેં પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

અબ્રના ખેડૂતોને અપાઈ તાલીમ
અબ્રના ખેડૂતોને અપાઈ તાલીમ

સોનવાડ પછી યાત્રા પહોંચી અબ્રામાં

વલસાડના સોનવાડા ગામની પ્રગતિશીલ મહિલાઓને સન્માનિત અને તેઓને સ્ટીલના નવા ઉપકરણોની તાલીમ આપ્યા પછી ખેડૂત ભારત યાત્રાએ પોતાના સફર પર આગળ વધી હતી અને આવી પહોંચી હતી વલસાડના ચીખલી તાલુકા ખાતે આવેલ ગામ અબ્રામાં.જ્યાં, પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ભેગા થયા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં પણ આમારી ટીમે પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ સાથે વાતચીત કરી હતી અને તેમના સાથે ગામ લોકોને થઈ રહેલી સમસ્મયાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જો કે તમે આ https://fb.watch/sCBf8YOT5Q/ ક્લિક કરીને જોઈ શકો છો. આ ઉપરાંત તેઓને MFOI, VVIF શું છે, તેને લઈનેં પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમ જ સ્ટીલના નવા ઉપકરણોની ટ્રેનિંગ પણ ફાળવામાં આવી હતી.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 29 મે સુધી નથી પણ 15 જૂન 2024 સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. તેના સાથે જ ખેડૂતોને ખેતીમાં વપરાતા નવા-નવા ઉપકરણોનું પ્રશિક્ષણ પણ આપશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More