છેલ્લા 27 વર્ષથી કૃષિ જાગરણે ખેતીના ક્ષેત્રમાં નવીન અને ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. ખેડૂતોના વિકાસ માટે વધુ કામગીરી કરવા અને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરીને અને તેમનું કામ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટ્રસ દ્વારા ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બરમાં 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'નું આયોજન કર્યો હતો. જેમાં પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા. હવે એજ આયોજન ડિસેમ્બર 2024 માં પણ કરવાની ઇચ્છા સાથે સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. અત્યારે તે યાત્રા આપણા ગુજરાતમાં ફરી રહી છે.
યાત્રાનું ઉદ્દેશ્ય ખેડૂતોની સમસ્યાઓનું ઉકેળ શોધવાનું
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે હવે 15 જૂન 2024 સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે
સરકાર દ્વારા બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે
કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આજે એટલે કે ગુરૂવારે 6 જૂનના રોજ આવી પહોંચી હતી સુરત જિલ્લાના નવસારી તાલુકા ખાતે આવેલ ગામ વિરાવળમાં, જ્યાં ગામના માંજી સરપંચ શૌલાબેનના નેતૃત્વમાં ભેગા થયા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આમારી ટીમે માજી સરપંચ સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતમાં શૌલાબેને જણાવ્યું હતું કે આમારા ગામમાં એવી કોઈ સમસ્યા નથી અને સરકાર દ્વારા અમને બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે અત્યારે ગામમાં એક તળાવનું નિર્માણ ચાલી રહ્યું છે, જેથી ખેડૂતોને પિચત માટે પાણીની અછત નહીં સર્જાએ. આ ઉપરાંત ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 29 મે સુધી નથી પણ 15 જૂન 2024 સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. તેના સાથે જ ખેડૂતોને ખેતીમાં વપરાતા નવા-નવા ઉપકરણોનું પ્રશિક્ષણ પણ આપશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).
Share your comments