કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે હવે 8 જૂન 2024 સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
સુરતના માગરોળ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત
કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં મંગળવારે 28 મેના રોજ ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલ ગામ ઝંખવાવમાં.જ્યાં પ્રગતિશીલ ખેડૂત કુમુદ ચૌધરીના નેતૃત્વમાં અન્ય ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આમારી ટીમે ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ વિશે જાણવાનું પ્રયાસ કર્યો હતો. યાત્રામાં આપણા સાથે STHIL કંપનીની એક વેન અને મહિન્દ્રાના બે ટ્રેક્ટર પણ હતા. જેમનું ત્યા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. STHIL કંપની દ્વારા ખેડૂતોને તેમના ઉપકરણોને લઈને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.
STHIL કંપની ઉપકરણ વિશે આપવામાં આવી સંપૂર્ણ માહિતી
માંગરોળના ઝંખવાવ ગામમાં ખેડૂતોને STHIL ઉપકરણની સંપૂર્ણ માહિતી આપીને તેમની ખેતી સરળ બનાવાનું પ્રયાસ કૃષિ જાગરણ દ્વારા કરવામાં આવ્યા પછી. આમારી યાત્રા આગળ વધી હતી અને પહોંચી ગઈ હતી માંગરોળ તાલુકાના જ બીજા ગામ વાડીગામમાં. જ્યાં પ્રગતિશીલ ખેડૂત ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અન્ય ખેડૂતો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યા હતા. ત્યાં પણ આમારી ટીમે ઝંખવાવ ગામની જેમ ખેડૂતો સાથે તેમની સમસ્યાને લઈને વાતચીત કરી હતી અને તેમને આમારી સાથે લઈને આવેલ STHIL કંપનીના ઉપકરણ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જેને વાપરીને તેઓ પોતાની ખેત કામને સરળ બનાવી શકાય. આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 29 મે સુધી નથી પણ 8 જૂન 2024 સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).
Share your comments