છેલ્લા 27 વર્ષથી કૃષિ જાગરણે ખેતીના ક્ષેત્રમાં નવીન અને ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. ખેડૂતોના વિકાસ માટે વધુ કામગીરી કરવા અને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરીને અને તેમનું કામ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટ્રસ દ્વારા ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બરમાં 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'નું આયોજન કર્યો હતો. જેમાં પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા. હવે એજ આયોજન ડિસેમ્બર 2024 માં પણ કરવાની ઇચ્છા સાથે સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. અત્યારે તે યાત્રા આપણા ગુજરાતમાં ફરી રહી છે.
યાત્રાનું ઉદ્દેશ્ય ખેડૂતોની સમસ્યાઓનું ઉકેળ શોધવાનું
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે હવે 15 જૂન 2024 સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા શુક્રવારે 7 જૂનના રોજ આવી પહોંચી હતી નવસારી જિલ્લાના ખાતે આવેલ ગણદેવી ગામે. જ્યાં ગામ સરપંચ સ્નેહલબેન પટેલ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સરપંચ સ્નેહાબેન પટેલે જણાવ્યું હતું કે આમારા ગામમાં જંગલી ડુક્કરનું ઘણું ત્રાસ છે, તેના સિવાય ત્યાં પ્રાઈવેટ કંપનીના બિચારણની નકલી કંપનીઓએ ખેડૂતોને ત્રાસ આપી રહી છે. કૃષિ જાગરણ દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતોની આ સમસ્યાઓનું ખુલાસા થયો હતો. સરપંચ શ્રીના આદેશ મુજબ તેના પર કામ કરવામાં આવશે
એફપીઓની માંગણી
સરપંચ શ્રી વધુમાં જણાવ્ચું હતું કે આમારા ગામાં એફપીઓની સમસ્યા છે. ઘણી વખત લખીને આપ્યા પછી પણ ગામાં એફપીઓની કોઈ સુવિધા નથી. તેના સાથે જ તેમણે જણાવ્યું કે આમારા ગામમાં ઘણા સમયથી પાણી અને વિજળીની સમસ્યા પણ ચાલી રહી છે, તેનું ઉકેળ શોઘવા માટે અમે ઘણી વખત પત્ર લખ્યો છે.પરંતુ અમને કોઈ ઉત્તર મળ્યો નથી. ત્યાર પછી ત્યાં ભેગા થયેલ દરેક ખેડૂતને MFOI અને VVIF શું છે ? તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
નવસારી જિલ્લાથી પહેલા નવસારી તાલુકા
નવસારી જિલ્લાના ગણદેવી ગામના ખેડૂતોની સમસ્યાને જાણવાથી પહેલા કિસાન ભારત યાત્રાએ ગુરૂવારે 6 જૂનના રોજ સુરત જિલ્લાના નવસારી તાલુકા ખાતે આવેલ અષ્ટગામ પહોંચી હતી. જ્યાં પ્રગતિશીલ ખેડૂત દેવાંગભાઈ દ્વારા કિસાન ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું. આ દરમિયાન ત્યાં ભેગા થયેલ દરેક ખેડૂતને MFOI અને VVIF શું છે ? તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 29 મે સુધી નથી પણ 15 જૂન 2024 સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. તેના સાથે જ ખેડૂતોને ખેતીમાં વપરાતા નવા-નવા ઉપકરણોનું પ્રશિક્ષણ પણ આપશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).
Share your comments