Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI,VVIF ખેડૂત ભારત યાત્રા: 2023 મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયાના એવોર્ડી ધીરેન્દ્રભાઈ સાથે શિષ્ટાચાર ભેટ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રગતિશીલ ખેડૂત સાથે મુુલાકાત
પ્રગતિશીલ ખેડૂત સાથે મુુલાકાત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે.  મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

ભરૂચના પાણેથામાં થયુ યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા શનિવારે 25 મે ના રોજ આવી પહોંચી હતી ભરૂચ જિલ્લાના સધહાલી તાલુકા ખાતે આવેલ પણેથા ગામે. જ્યાં પ્રગતિશીલ ખેડૂત અને ચટાકેદાર કેળા વેફર ફેકટ્રીના સંસ્થાપક અને પ્રગતિશીલ ખેડૂત ધીરેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જ્યાં આમરી ટીમે ધીરેન્દ્રભાઈના કેળાના ખેતર અને તેમની ફેક્ટ્રીની મુલાકાત લીધી હતી અને ધીરેન્દ્રભાઈ સાથે તેમના સફર વિશે જાણવાનું પ્રયાસ કર્યો હતો. જેથી બીજા ખેડૂતોએ ધીરેન્દ્રભાઈને એક પ્રેરણ તરીકે જોજે અને તેઓ પણ ધીરેન્દ્રભાઈની જેમ પ્રગતિશીલ ખેડૂત બની શકાય.

મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા 2023ના એવોર્ડી છે ધીરેન્દ્રભાઈ

ધીરેન્દ્રભાઈ દેસાઈ ડિસેમ્બર 2023 માં દિલ્લીમાં યોજાઈ મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડના એવોર્ડી છે. જણાવી દઈએ કે આ એવોર્ડ હવે 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી ફરીથી દિલ્લીમાં યોજાશે, જ્યાં ધીરેન્દ્રભાઈ દેસાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. ધીરેન્દ્રભાઈની એક સામાન્ય ખેડૂતથી એક પ્રગતિશીલ ખેડૂત બનવાની યાત્રાને લઈને આમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડે તેમના સાથે વાતચીત કરી હતી. જો કે તમે વીડિયોના આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/sjZMzpmESp/ 

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More