કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
ગાંધીનગરના બે પ્રગતિશીલ ખેડૂત ભાઈ
કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા શુક્રવારે 3 મેના રોજ આવી પહોંચી હતી ગાંધીનગર જિલ્લા હેઠળ આવેલ એક નાનકડા ગામં શિવપુરા કંપામાં. જ્યાં યાત્રાનું પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતભાઈ પટેલ અને શાંતિભાઈ પટેલ તેમ જ ત્યાં ભેગા થયા મોટી સંખ્યામાં બીજા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યાં પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતભાઈ અને શાંતિભાઈથી અમારી ટીમે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને અમને જણાવ્યું હતું કે તેઓ ખારેક અને બટાકાની ઓર્ગેનિક ખેતી કરીએ છે. તેમના સાથે થઈ વધુ વાતચીત જોવા માટે તમે આ લિંક ઉપર ક્લિક કરી શકો છો. https://fb.watch/rQn7C_53o1/ આ ઉપરાંત મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વ્રારા 1 અને 3 ડિસેમ્બર 2024માં દિલ્લીમાં યોજનાર #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે પર પણ સંપૂર્ણ માહિતી ત્યાં ભેગા દરેક ખેડૂતને આપવામાં આવી હતી.
Share your comments