કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા આજથી શરૂ કરી દીધી છે. જો આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
યાત્રાની શરૂઆત થઈ સૂરતથી
કૃષિ જાગરણ એમએફઓઆઈ, વીવીઆઈએફ, STHIL ખેડૂત ભારત યાત્રાની શરૂઆત આજે એટલે કે ગુરૂવારે 11 એપ્રિલથી સૂરતથી થઈ ગઈ છે.આજે ખેડૂત ભારત યાત્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યૂનિવર્સિટી સૂરત ખાતે પહોંચી હતી અને ત્યાં ખેડૂતોની સમસ્યાઓ જાણવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું. તેમ જ કૃષિ વૈજ્ઞાનિકો સાથે પણ ખેડૂતોની સમસ્યા અને ગુજરાતમાં ખેતીના વિકાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતોની સમસ્યાને લઈને ચર્ચા
કૃષિ જાગરણ MFOI VVIF STHIL ખેડૂત ભારત યાત્રા દરમિયાન ગુજરાતની નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળ આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક સુનિલ.જે. ત્રિવેદી અને ડૉ. આરકે પટેલ સાથે જિલ્લામાં ખેડૂતોની સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન સૂરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત જસવંતસિંહ હરિસિંહ ચૌહાન, કીર્તિભાઈ, રતિલાલ પટેલ, સુભાષ સુરતી, સંકટ સૂરતવાળા અને ભક્તિ પાંચાલ પણ હાજર હતા.
નોંઘ: ચર્ચા જોવા માટે આ લિંક ઉપર કરો ક્લિક- https://fb.watch/rnjr1xIjkS/
Share your comments