કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
એમએફઓઆઈ એવોર્ડ માટે પાઠવામાં આવ્યું આમંત્રણ
કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં આજે એટલે કે મંગળવારે 14 મેના રોજ ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા હેઠળ આવેલ ગામ માનપુરમાં.જ્યાં પ્રગતિશીલ ખેડૂત પ્રતિકભાઈના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ભેગા થયા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માનપુરના ખેડૂતોનું સર્ટિફિકેટ આપી બહુમાન પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમ જ 1 ડિસેમ્બરથી લઈને 3 ડિસેમ્બર 2024 સુધી દિલ્લીમાં યોજનાર એમએફઓઆઈ એવોર્ડ માટે પણ પ્રતિકભાઈને આમંત્રણ પાઠવામાં આવ્યું હતુ.
ઈડર પહોંચી યાત્રા
હિંમતનગરના માનપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતને દિલ્લી આવવાનો આમંત્રણ પાઠવ્યા પછી ખેડૂત ભારત યાત્રા પોતાના સફર પર આગળ વધી અને ત્યાં પહોંચી ગઈ જિલ્લાના ઈડર તાલુકા ખાતે આવેલ ગામ નેત્રાણીમાં. જ્યાં ખેડૂત સંઘના આગેવાન અમૃતભાઈ પટેલ અને રજનીભાઈ પટેલ (ગ્રામસેવક) ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ભેગા થયા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડૂત સંઘના બન્ને આગેવાનો સાથે આમારી ટીમે ઈડર તાલુકામાં ખેડૂતોને કઈ સમસ્યાઓથી વેઠવું પડી રહ્યો છે, તેને લઈને વાતચીત કરવામાં આવી હતી, જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શખો છો. https://fb.watch/s32-PZKEgb/ તેમ જ અમૃતભાઈ અને રજનીભાઈ પટેલના હસ્તે ખેડૂતોને સર્ટિફિકેટ અપાવીને તેમનું બહુમાન પણ કરાવડામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમ જ 1 ડિસેમ્બરથી લઈને 3 ડિસેમ્બર 2024 સુધી દિલ્લીમાં યોજનાર એમએફઓઆઈ એવોર્ડ માટે પણ અમૃતભાઈ અને રજનીભાઈ પટેલને આમંત્રણ પાઠવામાં આવ્યું હતુ.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).
Share your comments