કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે
ઉંઝા ફાર્મર પ્રોડ્યૂસર કંપની (એફપીઓ) દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત
કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રાએ આજે એટલે કે બુધવારે 1 મે 2024 ના રોજ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકા ખાતે આવેલ મુક્તપુર ગામ પહોંચી હતી. જ્યાં પ્રગતિશીલ ખેડૂત ધ્રુવ પટેલ દ્વારા બનાવામાં આવેલ ઉંઝા ફાર્મર પ્રોડ્યૂસર કંપની(એફપીઓ) ના કર્મચારિઓ તેમ જ ખેડૂતો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ધ્રુવભાઈ પટેલ એફપીઓની કામગીરી વિશે અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે વાત પણ કરી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો તેમ જ એફપીઓના કર્મચારિઓને 1 થી 3 ડિસેમ્બર 2024 ના રોજ થવાનું #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).
Share your comments