Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સાયલા તાલુકા પહોંચી MFOI VVIF ખેડૂત ભારત યાત્રા, એફપીઓના વડા દિલીપભાઈએ કર્યો ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
સાયલા તાલુકા પહોંચી ખેડૂત ભારત યાત્રા
સાયલા તાલુકા પહોંચી ખેડૂત ભારત યાત્રા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકા પહોંચી ખેડૂત ભારત યાત્રા

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા પોતાના આગામી પડાવ પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ખાતે આવેલ દેવદઢ ગામે પહોંચી હતી. જ્યાં કિસાનપ્રગતિ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના નામથી ઓળખાતા એફપીઓના વડા દિલીપભાઈ દ્વારા ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યાત્રાને પ્રોત્સાહન આપ્યો હતો. તેમ જ તેમને એમએફઓઆઈ વીવીઆઈએફ મિલેનીયર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી માટે આ લિંક ઉપર ક્લિક કરો https://fb.watch/rwJzLpaNLb/

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More