કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે
લાખણી તાલુકાના ખેડૂતોનું કરવામાં આવ્યું બહુમાન
કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા અને પ્રગતિશીલ ખેડૂતોને મળીને ગુજરાતના બીજા ખેડૂતો સુધી તેમણી વાત પહોંચાડવા માટે સતત રાજ્યના ખુણે-ખુણે ફરી રહી છે. એજ સંદર્ભમાં શનિવારે 27 એપ્રીલના રોજ ખેડૂત ભારત યાત્રા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેસી હતી, જ્યાં લાખણી તાલુકા ખાતે આવેલ ગામ લવાણાના પ્રગતિશીલ ખેડૂતો અને ગૌ માં એફપીઓના ડાયરેક્ટર રમેશભાઈ તેમ જ એફપીઓના કર્મચારિઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યો હતો, તેમજ ખેડૂતોની સમસ્યાને લઈને રમેશભાઈ અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે ખાસ વાચતીચ પણ કરી હતી. જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rKW22sSHWB/ આ ઉપરાંત #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે ખેડૂતોને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)
Share your comments