કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
દાહોદ પછી મહિસાગરના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન
કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા રવિવારે 12 મેના રોજ મહિસાગર જિલ્લાની લુણાવાડા તાલુકા ખાતે આવેલ કોલવાણ ગામે પહોંચી હતી,જ્યાં પ્રગતિશીલ ખેડૂત ગણપતભાઈ પરમાર તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત બીજા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત ગણપતભાઈ પરમાર જેમણે સરકાર તરફથી ઘણી વાર સન્માનિત કરવામાં આવ્યું છે, તેમના સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેથી બીજા ખેડતોને પ્રેરણા મળી શકાય, જો કે તમે આ લિંક ઉફર ક્લિક કરીને જોઈ શકો છો.https://fb.watch/s1sTghzyY6/ તેમ જ તેમનું બહુમાન પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં ભેગા થયેલ દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય
તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).
Share your comments