કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
અમદાવાદના દારણ ગામ પહોંચી ખેડૂત ભારત યાત્રા
કૃષિ જાગરણ દ્વારા આયોજતિ એમએફઓઆઈ વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા આજે એટલે કે મંગળવારે 16 એપ્રિલના રોજ અમદાવાનના દાણા ગામે પહોંચી હતી. જ્યાં ગામના પૂર્વ સરપંચ મનીષભાઈ અને વર્તમાન સરપંચ રાધેશ્યામ સોલંકી દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બધા ખેડૂતોને MFOI, VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તેમ જ ખેડૂતો દ્વારા મહિન્દ્રા ટ્રેક્ટ્રસના ટ્રાયલ પણ લેવામાં આવ્યા હતા અને તેઓને તેમના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમ જ ગામના પ્રગતિશીલ ખેડૂતો સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી.
25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા
તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ STHIL ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)
Share your comments