Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રા: ઝાંસીના ઢોલીના ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત

મધ્ય ભારત ઝોનની 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ચાલુ છે. આ યાત્રાને મધ્ય ભારતના વિસ્તારોમાં ખેડૂતો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા દરમિયાન, ખેડૂતોને કૃષિ જાગરણ પહેલ MFOI (ભારતના મિલિયોનેર ખેડૂત) વિશે પણ જાગૃત કરવામાં આવે છે, જે ખેડૂતોને ઓળખવા અને સન્માનિત કરવા માટે એક ઉત્તમ પહેલ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત
ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત

મધ્ય ભારત ઝોનની 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ચાલુ છે. આ યાત્રાને મધ્ય ભારતના વિસ્તારોમાં ખેડૂતો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા દરમિયાન, ખેડૂતોને કૃષિ જાગરણ પહેલ MFOI (ભારતના મિલિયોનેર ખેડૂત) વિશે પણ જાગૃત કરવામાં આવે છે, જે ખેડૂતોને ઓળખવા અને સન્માનિત કરવા માટે એક ઉત્તમ પહેલ છે. હાલમાં આ યાત્રા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. જ્યાં, આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત

આ શ્રેણીમાં, શુક્રવારે (8 માર્ચ, 2024) 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના રામગઢ, ગણેશગઢ અને બરુઆ સાગરમાંથી પસાર થઈ. ખેડૂતોને સન્માનિત કરવાની આ પહેલ વિશે જાણીને આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ખુશ થયા અને તેઓએ આ પહેલને સમર્થન આપ્યું. આ દરમિયાન પ્રભુ દયાળ, વીરસિંહ રાજપૂત જેવા ખેડૂતોએ કૃષિ જાગરણની ટીમ સાથે વાત કરી અને ખેડૂતોને પડતી પ્રાદેશિક સમસ્યાઓ વિશે જણાવ્યું. આ પછી યાત્રા આગળ ચાલી અને 9 માર્ચ, 2024ના રોજ યાત્રાનો કાફલો ઝાંસી જિલ્લાના ઢિકોલી, મોથ અને બરનાયા ગામો પહોંચ્યો. અહીં ખેડૂતોને જાગૃત કરવાની સાથે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો રાજેશ દુબે, માનસિંહ રાજપૂત અને સુરેન્દ્ર ત્રિપાઠીનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

STHIL એ પોતાના સાધનો પ્રદિર્શિત કર્યા

આ દરમિયાન, 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' માં, કૃષિ સાધનો બનાવતી કંપની સ્ટિલ (STIHL), જે કૃષિ જાગરણ સાથે પશ્ચિમ અને મધ્ય ભારત ઝોન માટે ભાગીદાર તરીકે સંકળાયેલી હતી, તેણે તેના કૃષિ સાધનો પ્રદર્શિત કર્યા અને ખેડૂતોને તેના વિશે માહિતી આપી.અમે તમને જણાવી દઈએ કે મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા'માં, અગ્રણી કૃષિ સાધનો ઉત્પાદક સ્ટિલએ પશ્ચિમ અને મધ્ય પ્રદેશો માટે કૃષિ જાગરણ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો હેતુ કરોડપતિ ખેડૂતોને જોડવાનો, ખેડૂત સમુદાયમાં ગૌરવ અને પ્રેરણાને પ્રોત્સાહન આપવાનો છે. પશ્ચિમ અને મધ્ય પ્રદેશોની 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' દરમિયાન STIHL ઈન્ડિયા કંપની ખેડૂતોને ખેતી અને કૃષિ સાધનોને લગતી માહિતી પૂરી પાડશે તેમજ તેમને જાગૃત કરશે.

શું છે એમએફઓઆઈ ખેડૂત ભારત યાત્રા

અમે તમને જણાવી દઈએ કે 'MFOI કિસાન ભારત યાત્રા 2023-24' ગ્રામીણ પરિદ્રશ્યને બદલતા સ્માર્ટ વિલેજના વિચારની કલ્પના કરે છે. MFOI કિસાન ભારત યાત્રાનો ઉદ્દેશ્ય ડિસેમ્બર 2023 થી નવેમ્બર 2024 સુધી સમગ્ર દેશમાં 1 લાખથી વધુ ખેડૂતો સુધી પહોંચવાનો છે. જેમાં 4 હજારથી વધુ સ્થળોનું વિશાળ નેટવર્ક અને 26 હજાર કિલોમીટરથી વધુનું નોંધપાત્ર અંતર આવરી લેવામાં આવશે. આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ખેડૂત સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે, જેથી ખેડૂતોને તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાં વધારો કરીને સશક્તિકરણ કરી શકાય.

Related Topics

MFOI VVIF Jhashi Farmers

Share your comments

Subscribe Magazine

More on News

More