જ્યારે પણ આપણે કોઈ વેપારની શરૂઆત કરીએ છીએ,ત્યારે આપણા મગજમાં પહેલા પ્રશ્ન આવે છે કે, હું જે પ્રોડ્ક્ટને માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહ્યા છું તે પોતાની અલગ ઓળખ બનાવી શકશે કે નહીં? આવી રીતે કૃષિ ક્ષેત્રમાં પણ હોય છે, ખાસકરીને જ્યારે ખેડૂત પરંપરાગત ખેતીને છોડીને તેમાં કઈંક નવીનતમ કરવાનું વિચારે છે. વાત જાણો એમ છે કે હાલના સમયમાં કેટલાક ખેડૂતો એવા છે જો કે પોતાની પ્રગતિ માટે પરંપરાગત ખેતી જેમ કે ડાંગર, ઘઉંની ખેતીને છોડી બીજા પાક તરફ વળી રહ્યા છે. પરંતુ ત્યાં સૌથી મોટી સમસ્યા તે ઉભી થઈ રહી છે કે ખેડૂતોને પોતાના પાકના વેચાણ માટે સમસ્યા આવી રહી છે. એક બાજુ ખેડૂત કઈંક નવું કરવા માટે વિચારે છે અને બીજી બાજુ ખેડૂતોને તેને લઈને મુંઝાવણમાં રહે છે કે તેમને તેમના પાકનું સારો ભાવ મળશે કે નહીં, અમારી મહેનત પર પાણી તો નથી ફેરવાઈ જશે ને ? પણ તેના પાછળનું કારણ શું છે? જો આપણે નિષ્ણાતોની વાત પર ધ્યાન આપીએ તો તેના પાછળનું કારણ ખેડૂતોની મહેનત નથી પરંતુ જ્ઞાનનો અભાવ છે.જો કે સરકાર તેના સ્તરે કૃષિ સંબધિત કાર્યને સરળ બનાવવા માટે પ્રયાસ કરે છે અને કૃષિ જાગરણ પણ તેના સ્તર પર ખેડૂતોની સમસ્યાનું ઉકેળ શોધવાનું પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેના માટે ખેડૂતોને પણ આગળ આવવું પડશે.
કૃષિ જાગરણનું અમૂલ્ય યોગદાન
કૃષિ જાગરણ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને વિશ્વમાં તેમને એક અલગ ઓળખ અપાવવા માટે અમૂલ્ય યોગદાન આપી રહ્યો છે. છેલ્લા 28 વર્ષથી કૃષિ જાગરણ કૃષિ સંબધિત પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને ખેડૂત તરફી પ્રવૃત્તિઓમાં વધુને વધુ ભાગ લઈ રહ્યું છે. જો કે, બહુભાષી દેશ હોવાને કારણે, ભારતના દરેક ખેડૂત સુધી પહોંચવું થોડું મુશ્કેલ હતું,પરંતુ કૃષિ જાગરણે આ તમામ અવરોધોને દૂર કર્યો અને 12 ભાષાઓમાં તેમનું માસિક મેગેઝિન પ્રકાશિત કરીને ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કર્યું. એક મહાન પ્લેટફોર્મ તરીકે કૃષિ જાગરણ હાલમાં હિન્દી, અંગ્રેજી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી, આસામી અને ઉડિયા ભાષામાં મેગ્ઝિન પ્રકાશિત કરે છે. તેના સાથે એજ ભાષાઓ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા માટે પોર્ટલ તેમજ યૂટ્યૂબ ચેનલ પણ ચલાવવામાં આવી રહ્યો છે.
ખેડૂતોના ભાઈયો માટે ભારતની અગ્રણી એગ્રી મીડિયા કંપની કૃષિ જાગરણ એ કૃષિ ક્ષેત્ર સફળતા સુધી પહોંચાડવા માટે લાંબો સફર કર્યો છે. છેલ્લા 28 વર્ષથી કૃષિના ક્ષેત્ર સાથે સંકળાયેલા કૃષિ જાગરણ છેલ્લા વર્ષની જેમ આ વર્ષે પણ 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડ્સ એટલે કે MFOI એવોર્ડ્સ 2024નો કાર્યક્રમ યોજી રહ્યો છે. પરંતુ આ વખતે કૃષિ જાગરણનો હેતુ માત્ર ખેડૂતોને પુરસ્કારો આપવાનો નથી,પરંતુ આ વખતે કૃષિ જાગરણએ MFOI એવોર્ડ 2024ના થકી વિશ્વભરના પ્રગતિશીલ ખેડૂતોને એકત્ર કરીને નેટવર્કિંગ બનાવવાનો ધ્યેય પણ નક્કી કર્યો છે.
ગ્લોબલ ફાર્મર્સ બિઝનેસ નેટવર્ક
કૃષિ જાગરણ દ્વારા વિશ્ભરના ખેડૂતોનું નેટવર્ક બનાવવા માટે ગ્લોબલ ફાર્મસ બિઝનેસ નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા ખેડૂતો વૈશ્વિક સ્તરે વેપારની તકો, જ્ઞાનનનું વિનિમય, સહયોગી પહેલ અને ભાગીદારીની સુવિઘા માટે કામ કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો કૃષિ જાગરણ ખેડૂતો માટે એક નેટવર્કિંગ બનાવ્યું છે, જેના થકી ખેડૂતો અન્ય દેશોના ખેડૂતો સાથે જોડાઈ શકશે અને તેમના પાકને લગતી માહિતી સાથે માર્કેટિંગ જેવી સમસ્યાઓનો સરળતાથી ઉકેળ મેળવી શકશે.અત્યાર સુધી માત્ર વિદેશી ટેક્નોલોજી વિશે વાત કરવામાં આવી છે,પરંતુ MFOIના 'ગ્લોબલ ફાર્મર્સ બિઝનેસ નેટવર્ક' દ્વારા આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જ્યાં ખેડૂતોને કોઈપણ મુશ્કેલી વિના પાકનું જ્ઞાન પણ મળશે અને બિઝનેસ લિન્કેજ દ્વારા આવક વધારવાની તક પણ મળશે. અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના કલ્યાણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરવામાં આવેલ કૃષિ જાગરણના આ અભિયાનને મહત્તમ વેગ મળશે અને ખેડૂતો તેમની સમસ્યાઓનું નિરાકરણ કરીને મહત્તમ લાભ મેળવી શકશે.
Share your comments