Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI 2024: ગ્લોબલ સ્ટાર એગ્રી સ્પીકર તરીકે ખેડૂતોને સંબોધિત કરશે IFAJ ના અધ્યક્ષ સ્ટીવ વેરબ્લો

એમ.સી ડોમિનિકે 28 વર્ષ પહેલા એટલે કે 1996 માં કૃષિ જાગરણનું પાચો નાખ્યો હતો, જેથી સરકારના સાથે સાથે સામાન્ય માણસો પણ ખેડૂતો સાથે જોડાઈને તેમની સમસ્યાઓ પર વાત કરીને તેનો ઉકેળ શોધવાનું શરૂ કરે અને અમારા ભારતના જગતના તાતને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ અપાવે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સ્ટીવ વેરબ્લો
સ્ટીવ વેરબ્લો

ખેડૂતોને શું જોઈએ છે? તેનો ઉત્તર જો આપણે કોઈને પુછવા જઈએ તો તે કહેશે કે પાકનું ભાવ...પરંતુ આ વાત તદ્દન ખોટી છે. અમારા જગતના તાતને જે જોઈએ છે તે છે આપણો સાથ...મારા વ્હાલા મિત્રો અમારા ખેડૂત ભાઈયો અમારા માટે દિવસ રાત કે પછી કોઈ પણ ઋતુ જોયા વગર ખેતરમાં અથાક મહેનત કરીને ભોજનની વ્યવસ્થા કરે છે, જેમના માટે તેઓ ફક્ત અમારા સાથ ઇચ્છે છે. એમ તો કેંદ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર દરેકે ખેડૂતોની સમસ્યાનું ઉકેળ કાઢવા અને તેમની આવકમાં વધારો કરવા માટે કાર્ય કરે છે. પરંતુ સરકારના સાથે જ ખેડૂતોને બીજા લોકોનું પણ સાથ જોઈએ છે. તેથી કરીને 28 વર્ષ પહેલા ખેડૂતોના સાથે ખભેથી ખભા મેળાવીને તેમની મદદ કરવા માટે એક માણસ ઉભો થયો. જેનો નામ છે એમ.સી ડોમિનિકે.

એમ.સી ડોમિનિકે 28 વર્ષ પહેલા એટલે કે 1996 માં કૃષિ જાગરણનું પાચો નાખ્યો હતો, જેથી સરકારના સાથે સાથે સામાન્ય માણસો પણ ખેડૂતો સાથે જોડાઈને તેમની સમસ્યાઓ પર વાત કરીને તેનો ઉકેળ શોધવાનું શરૂ કરે અને અમારા ભારતના જગતના તાતને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ અપાવે. એમ. સી ડોમિનિકની એજ પહેલ આજે ગ્લોબલી થઈ ગઈ છે અને દેશના ખેડૂતોની સમસ્યાનું ઉકેળ હવે ફક્ત ભારતના લોકો નથી પરંતુ વિશ્વના કેટલાક દેશોના લોકોએ પણ શોધી રહ્યા છે અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અથાક પ્રયાસ કરી રહ્યા છે. તેમાંથી એક છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટ (IFAJ) ના વર્તમાન અધ્યક્ષ સ્ટીવ વેરબ્લો, જો કે કૃષિ જાગરણના સંસ્થાક એમ. સી ડોમિનિકની વિનંતી પર એમએફઓઆઈ 2024 માં ગ્લોબલ સ્ટાર એગ્રી સ્પીકર તરીકે જોડાશે અને ખેડૂતોને સંબોધિત કરશે.

શું છે ગ્લોબલ સ્ટાર એગ્રી સ્પીકર?

જેવી રીતે ખેડૂતોને સન્માનિત કરવા માટે કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર ઈન ચીફ એમ.સી ડોમિનિકની MFOI એક પહેલ છે. એવી રીતે જ ગ્લોબલ સ્ટાર એગ્રી સ્પીકર પણ ખેડૂતોના વિકાસ માટે એમ.સી ડોમિનિકની જ એક પહેલ છે. ગ્લોબલ એગ્રી સ્ટાર સ્પીકર એટલે કે એવું માણસ જેને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે મોટી ભૂમિકા ભજવી હોય કે પછી ભજવી રહ્યું છે, તેના ખેડૂતો માટે નિવેદન. જેથી ખેડૂતોએ તેમના પાસેથી જ્ઞાન મેળવીને પોતાની આવકમાં વઘારો કરી શકે.તેમાં ગ્લોબલનું અર્થ એવું છે કે વિશ્વના કોઈ પણ ખૂણમાં કૃષિ ક્ષેત્ર માટે કામ કરી રહેલા દરેક વ્યક્તિ એક પરિવાર છે, જો કે પોતાના પરિવારના સદસ્યો એટલે કે ખેડૂતોની (કોઈ પણ દેશના) આવક વધારવા માટે કામ કરી રહ્યા છે. એવા લોકોના ભારતના ખેડૂતો સાથે પરિચય કરાવું અને તેમના થકી ભારતના ખેડૂતોનું ભલા કરાવવું એજ એમ.સી ડોમિનિકની ઇચ્છા છે, તેથી કરીને તેઓએ આ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેમાં સ્ટાર સ્પીકર તરીકે અમેરિકાના સ્ટીવ વેરબ્લો એમએફઓઆઈ 2024 ના કાર્યક્રમ દરમિયાન ઓનલાઇન જોડાશે અને ખેડૂતોને સંબોધિત કરશે.

MFOI 2024 શું છે?

કૃષિ જાગરણના સંસ્થાપક એમ.સી ડોમિનિક દ્વારા એમએફઓઆઈની શરૂઆત કરવામાં આવી છે. જેનો આયોજન સૌથી પહેલા વર્ષ 2023 માં થયું હતો. જ્યાં દેશના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યો હતો. એજ સંદર્ભમાં વર્ષ 2024માં પણ ફરીથી એમએફઓઆઈ 2024 નું આયોજન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે ફક્ત ખેડૂતોનું જ બહુમાન નથી કરવામાં આવશે પરંતુ તેઓને પોતાની ઓળખ વિશ્વના દરેખ ખૂણા સુધી પહોંચાડવાની તક મળશે. જેના માટે સ્ટાર ફાર્મર ઑફ ઇંડિયા પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ આ વર્ષે એમએફઓઆઈમાં ગુજરાત સહિત દેશભર 1000 ખેડૂતોનું બહુમાન કરવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More