Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

માવઠાએ બગાડી કેરીની મજા, વરસાદી સંકટના કારણે કેરીના પાકને ભારે નુકસાન, જાણો કેટલે પહોંચ્યા ભાવ?

ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જના કારણે કેટ કેટલાય જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે. ભારે પવન અને વીજ કડાકા સાથે તૂટી પડેલા આ વરસાદે ખેડૂતોની આશા અને મહેનત પર પાણી ફેરવી દીધું છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જના કારણે કેટ કેટલાય જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.  ભારે પવન અને વીજ કડાકા સાથે તૂટી પડેલા આ વરસાદે ખેડૂતોની આશા અને મહેનત પર પાણી ફેરવી દીધું છે.

કેરી
કેરી

જી હા, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો ખેડૂતો બસ પાક લણવાની તૈયારીમાં જ હતા અને તેમની પર વરસાદનું સંકટ તૂટી પડ્યું. કમોસમી વરસાદને કારણે જગતનો તાત આજે ચોંધાર આંસુએ રડી રહ્યો છે. આ સાથે જ કમોસમી વરસાદે આ વર્ષે પણ કેરીની મજા બગાડી છે. કેરીનું બમ્પર ઉત્પાદન થવાનું હતું પરંતુ માવઠાના કારણે ભારે નુકસાન થયું.

વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં તો અહીંયાના કેરી અને ચીકુ પકવતા ખેડૂતો કમોસમી વરસાદને કારણે ચિંતામાં મુકાયા છે. ભારે પવન સાથેનો વરસાદ તૂટી પડતા આંબા પરના મોર ખરી પડતા હવે કેરી ખાવી મોંઘી બની જશે.. કેરી રસિકોને આ વર્ષે મોટો ફટકો પડવાનો છે. આ નુકસાને કેરી રસિકોની આશાઓ પર પણ પાણી ફેરવ્યું છે. આ સાથે ચીકુ ભારે પવન ફુંકાતા જમીન દોસ્ત થઈ ગયા છે. કેટ કેટલાય પાક ખરી પડતા બગડી જતા હવે ખેડૂતો સરકાર પાસે મદદની પોકાર કરી રહ્યા છે. ખેડૂત રડતા રડતા કહી રહ્યા છે કે હવે તો આ ધાન ખાવાના કામે નહીં લાગે અમારી દશા બગડી ગઈ અને બીજી બાજુ બાગાયતી અધિકારીઓ તો એવા દાવા કરી રહ્યા છે કે એટલું બધુ નુકસાન નથી થયું થશે તો એના માટે વ્યવસ્થા કરવામાં આવશે. તો શું ખેડૂતો ખોટું બોલી રહ્યા છે.. ખેર કમોસમી વરસાદના મારથી ખેડૂતો પર તો આભ તૂટી જ પડ્યું છે સાથે સાથે કેરી રસિયાઓ માટે પણ જરાક નિરાશા જનક સમાચાર આવ્યા છે..

કેરીનીસિઝન આવી ગઈ છે, પરંતુ કુદરતી આફત અને કમોસમીવરસાદને કારણે આ વખતે આ ‘કેરી‘ સામાન્ય લોકો સુધી પહોંચી શકશે નહીં તેવુંલાગી રહ્યું છે. કેરીના અનેક ફળો નાશ પામ્યા છે. આ કમોસમી વરસાદે આ હાપુસને પણ ‘ખાસ’ ફળ બનાવી દીધું છે.જણાવી દઈએ કે મુંબઈને અડીને આવેલા પાલઘરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે. આપૈકી ફળો અને શાકભાજીની ખેતી મહત્વની છે. કમોસમી વરસાદમાં મોટી માત્રામાં ફળો અનેશાકભાજીનો નાશ થયો છે. જેના કારણે આ ફળો અને શાકભાજીના ભાવ મોંઘા થશે. 

કમોસમી વરસાદે કેરીની મજા બગાડી છે. કેશર કરીના પાકમા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સૌરાષ્ટ્ર મોટા ભાગના જીલ્લાઓમાં કેરીના પાકમા નુકશાન થયુ છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે,ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ ક્વોલિટી પણ સારી નથી મળી રહી. હાલમાં સૌથી વધુ રત્નાગીરી મહારાષ્ટ્રની હાફૂસ કેરીની આવક થઇ રહી છે. તો તો સાઉથ ના અલગ અલગ રાજ્યોમાંથી લાલબાગની પણ આવક પણ થઇ રહી છે. ર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર તથા અમરેલી પંથકમાંથી પણ કેરીની આવક થઇ રહી છે. કેસરમાં આ વખતે બમ્પર ઉત્પાદન આવવાનું હતું પરંતુ  કમનસીબે બે વખત કમોસમી વરસાદ કરા સાથે પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદે કેરીના પાક સહિત તરબૂચ સહિતના પાકને નુકસાન થયું છે. કેરી પકવતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન

કેરીના હાલના ભાવ

  • કેસર કેરી પ્રતિ કિલો- રૂપિયા 350 થી 400
  • ફાફુસ કેરી પ્રતિ કિલો – રૂપિયા 300 થી 400
  • લાલબા પ્રતિ કિલો

  રૂપિયા 200 થી 250

આ પણ વાંચો:હજારોની સંખ્યામાં રામલીલા મેદાન પહોંચ્યા ખેડૂતો, જુઓ પ્રદર્શનની તસવીરો

Share your comments

Subscribe Magazine

More on News

More