Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Market Price: ખેડૂતો થયા ખુશખુશાલ, ગુજરાતમાં ચણાની કિંમતમાં જોવા મળ્યો રેકોર્ડ ઉછાળો

કઠોળ પાકમાં ચણાની ખેતી ખેડૂતોએ મોટા ભાગે કરે છે. જેને જોતા કેન્દ્ર સરકાર ચણાની ખેતી કરતાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. વાત જાણો એમ છે કે બજારોમાં હવે નવા ચણા આવવાનો શરૂ થઈ ગયો છે. જેથી ચણાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ચણાની કિંમતમાં રેકોર્ડ ઉછાળો
ચણાની કિંમતમાં રેકોર્ડ ઉછાળો

કઠોળ પાકમાં ચણાની ખેતી ખેડૂતોએ મોટા ભાગે કરે છે. જેને જોતા કેન્દ્ર સરકાર ચણાની ખેતી કરતાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. વાત જાણો એમ છે કે બજારોમાં હવે નવા ચણા આવવાનો શરૂ થઈ ગયો છે. જેથી ચણાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. મળતી વિગત મુજબ આ વખતે ચણાનો વિસ્તાર ઘટવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ ઉપરાંત સ્ટોકિસ્ટો અને કઠોળ મિલો દ્વ્રારા લગ્નની સિઝન કે પછી બીજા કોઈ મુખ્ય પ્રસંગ માટે તેની ખરીદી વધારવા પર ભાર મુકવાનું શરૂ કરી દીધું છે. જેમ કે મેં જણાવ્યું કે ચણાના ઉત્પાદન આ વર્ષે ઓછા થવાની સંભાવના છે. જેથી કરીને ચણાના ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના પાર પહોંચીને 11, 000 સુધી પહોંચી ગયું છે તેમ જ આ અનુમાન લગાવામાં આવ્યું રહ્યું છે કે આવતા અઠવાડિયા સુધીમાં તે કિંમત વધીને 12 હજારને પાર પાડી શકે છે.

200 થી 300 રૂપિયાનો થયું વધારો

આ દિવસોમાં ચણાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન મુખ્ય મંડીઓમાં ચણાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયાનો વધારો થયો છે. દેશભરના બજારોમાં એમએસપી કરતા બમણા ભાવે ચણા વેચાઈ રહ્યા છે. હાલમાં કેન્દ્ર સરકારે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે. જો કે દેશના લગભગ તમામ બજારોમાં નવા ચણાના ભાવ MSP કરતા ઉપર છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એગમાર્કનેટ પોર્ટલ મુજબ શુક્રવારે (22 ફેબ્રુઆરી) હળવદની મંડીમાં ચણાને શ્રેષ્ઠ ભાવ મળ્યો હતો. જ્યાં ચણા રૂ. 9720/ક્વિન્ટલના ભાવે વેચાયા હતા.

આ પણ વાંચો: જો જોઈતું હોય ધરે પૈસાના ઢગલા તો એક્સપર્ટથી જાણો મોતીની ખેતીની રીત

એ જ રીતે કર્ણાટકની બિદર મંડીમાં ચણા રૂ. 9930/ક્વિન્ટલ, મહારાષ્ટ્રની ધુલે મંડીમાં રૂ. 9000/ક્વિન્ટલ, મુંબઈની મંડીમાં રૂ. 8000/ક્વિન્ટલ અને પશ્ચિમ બંગાળની મેદિનીપુર (પશ્ચિમ) મંડીમાં રૂ. 8500/ક્વિન્ટલના ભાવે વેચાયા હતા. . દેશના અન્ય બજારોમાં પણ ચણા 5440 રૂપિયાની સરેરાશ MSPથી ઉપર વેચાઈ રહ્યા છે.

આવવાના સમયમાં વધુ વધી શકે છે ચણાની કિમત

જાણકારોના મતે લગ્નની સિઝનમાં દાળ મિલોમાંથી ચણાની માંગમાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ચણાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. પોલના જણાવ્યા અનુસાર, ચણાની કિંમત સરેરાશ રૂ. 6,350 અને મહત્તમ રૂ. 10,000 પ્રતિ ક્વિન્ટલ સુધી વધી શકે છે. તમને જણાવી દઈએ કે કોઈપણ પાકની કિંમત તેની ગુણવત્તા પર પણ નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં વેપારીઓ ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરે છે. પાકની ગુણવત્તા જેટલી સારી હશે તેટલી સારી કિંમત મળશે. જો તમે પણ તમારા રાજ્યની મંડીઓમાં વિવિધ પાકોના ભાવ જોવા માંગતા હો, તો તમે સત્તાવાર વેબસાઇટ https://agmarknet.gov.in/ પર જઈને સંપૂર્ણ સૂચિ તપાસી શકો છો.

Related Topics

Market Price Gujarat Chana Pules

Share your comments

Subscribe Magazine

More on News

More