
તા.૨૧ અને ૨૨ ઓગસ્ટ,૨૦૨૫ ના રોજ સંપ ઇન્ડિયા કન્સર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કંપની,અમદાવાદ & Anand Agricultural University, Anand, આણંદના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ એગ્રીબીઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, આણંદ ખાતે બે દિવસીય એફ.પી.ઓ ( FPO) વાઇબ્રન્ટ સમિટ ,૨૦૨૫ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના ૧૦,૦૦૦ એફ.પી.ઓની રચના અને પ્રોત્સાહન અંતર્ગત કાર્યરત તથા અન્ય એમ કુલ ૬૦ કરતા વધારે ખેડૂત ઉત્પાદક સંગઠન ( FPO) ના ૧૩૦ જેટલા બોર્ડ સભ્યો અને સીઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં #FPO ના સફળ સંચાલન & વ્યવસ્થાપન અને બિઝનેસ ડેવલોપમેન્ટ માટે જરૂરી અનેકવિધ વિષયો જેમ કે, માર્કેટ લિંકેજ, બિઝનેસ નેટવર્કિંગ, ઇનોવેટિવ પ્રોડક્ટ અને ટેકનોલોજી તેમજ નેતૃત્વ અને સહકારિતા,સ્કીલ સેટ, વેલ્યુઅઝ
જેવા વિષયો વિસ્તૃત સત્રો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિષય નિષ્ણાંતો, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસ તથા વિવિધ ખ્યાતનામ સંસ્થાઓએ પણ ભાગ લઈને એફ.પી.ઓને સહકાર માટે ઇરછા દાખવી હતી.

ગુજરાતના ૧૪ જેટલા એફ.પી.ઓ દ્વારા ઉત્પાદિત એફ.પી.ઓની પ્રોડકટ પ્રદર્શિત કરવા માટે "એફ.પી.ઓ હાટ" નું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ .એમ કે ઝાલા, સંશોધન નિયામક શ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ડો. આર. એસ પુંડીર, આચાર્યશ્રી & વિદ્યાશાખા અધ્યક્ષ, IABMI, આણંદ, શ્રી એચ .વી. ગોહિલ ( ટ્રેનર અને પ્રોફેસર, ડૉ.એસ. એસ. ગાંધી કોલેજ, સુરત ), શ્રી આશિષભાઈ પટેલ, ડાયરેક્ટર સંપ ઇન્ડિયા અને ટીમ લીડર ,સમર્થ એગ્રીકલ્ચર, અમદાવાદ ખાસ ઉદ્ઘાટન સત્રમાં હાજર રહીને ખેડૂતોને માર્ગદશિત કર્યા હતા. ખાસ આ તબ્બકે શ્રી પંકજ કુમાર પ્રસાદ, એડિશનલ મેનેજિંગ ડિરેક્ટર, NAFED India તથા શ્રી અરવિંદ મિશ્રા, બ્રાંચ મેનેજર, NCCF અમદાવાદ ખાસ ઉપસ્થિત રહી હાજર એફ.પી.ઓના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. જેમાં નાફેડ બજાર, ભારત બ્રાન્ડ, ખરીદ - વેચાણ જેવા વિષયોમાં એફ.પી. ઓની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. NIF Incubation and Entrepreneurship Council - NIFientreC અને સંપ ઇન્ડિયા કન્સોર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કંપની વરચે એફ.પી.ઓને પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનમાં પ્રોત્સાહન માટે MoU pe હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના દ્રિતીય દીને ડૉ. કે.બી. કથીરીયા( માનનીય કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ)ના અધ્યક્ષ સ્થાને "મંથન એવોર્ડ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એફ.પી.ઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ મુદ્દાઓને આવરી લેતા ૮ કેટેગરીમાં એવોર્ડ અને પ્રમાણપત્ર માનનીય કુલપતિશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા.
૧. બેસ્ટ પેકેજીંગ એવોર્ડ - SAFE ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ, (ખેડબ્રહ્મા,સાબરકાંઠા )
૨.બેસ્ટ એગ્રી ઇનપુટ સર્વિસ - કૃષિધરાતલ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ, બોટાદ
૩. બેસ્ટ વેલ્યુ એડિસન સેટ અપ -વડેચી ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ, (થરાદ,બનાસકાંઠા)
૪.બેસ્ટ ટર્નઓવર - રનમલ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ, (જામજોધપુર,જામનગર)
૫. બેસ્ટ ઇનિસીએટીવ એવોર્ડ - ડાંગ આહવા ફાર્મર પ્રોડ્યુસર કંપની (વઘઇ , ડાંગ)
૬.બેસ્ટ સીઇઓ એવોર્ડ - શામળાજી એફ.પી.સી. એલ, (બાયડ,અરવલ્લી)
૭.બેસ્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર એવોર્ડ - ગાંધીનગર તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ,( ગાંધીનગર)
૮. બેસ્ટ ઈમ્પેક્ટફુલ એવોર્ડ - વાસુકીદાદા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (થાનગઢ,સુરેન્દ્રનગર)

વિશેષમાં માનનીય કુલપતિશ્રીએ પોતાના વક્તવ્યમાં ખાસ યુનિવર્સિટી દ્વારા થતી ભલામણો & ટેક્નોલોજી એફ.પી.ઓના માધ્યમથી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા ખાસ ભલામણ કરી હતી. તથા સંપ ઇન્ડિયા & IABMI દ્વારા એફ.પી.ઓના વિકાસ માટે થતા કાર્યોને બિરદાવ્યા અને મંથન સમિટની સફળતાપૂર્વક આયોજન બદલ સંપ ઇન્ડિયા ટીમ અને IABMI ટીમને ધન્યવાદ પાઠવ્યા હતા. સંપ ઇન્ડિયા દ્વારા બોર્ડ સભ્યો અને સીઇઓના તાલીમ અને પ્રશિક્ષણ માટે "પરીચય: ખેડૂત ઉત્પાદક સંગઠન" ( ભાગ ૦૧ ) પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.
Share your comments